26th January selfie contest

ગુજરાત વિધાનસભામાં મારામારી અને માઈક ફેંકવાની ઘટના, 20 વર્ષનો કલંકિત ઈતિહાસ

PC: khabarchhe.com

પત્રકાર તરીકે ગુજરાત વિધાનસભાની પક્ષકાર ગેલેરીમાં બેસીને મેં 20 વર્ષ સુધી જોયેલી ધારાસભ્યોની મારામારી અને માઈકો ફેંકવાની કલંકીત ઘટના જોઈ છે અને તે સમયે જે તે અખબારોમાં લખી છે. આ બધી ઘટના મારી ડાયરીમાંથી હું અહીં ફરી એક વખત ગુજરાત કોંગ્રેસના કલંકને દોહરાવું છું.

26 જૂલાઈ 1995માં કેશુભાઈ પટેલની સરકાર હતી અને વિરોધ પક્ષના નેતા અમરસિંહ ચૌધરી હતાં ત્યારે પ્રશ્નોત્તરી દરમિયાન ખાદ્ય તેલ અંગેનો પ્રશ્ન પૂછાયો ત્યારે પૂરક પ્રશ્નમાં વિરોધ પક્ષ કોંગ્રેસે ભારે ધાંધલ ધમાલ કરી હતી. કોંગ્રેસના એક સભ્યએ તોફાની વાતાવરણ વચ્ચે વેલમાં ધસી આવીને સચિવના ટેબલ પર માઈકને મચડીને તોડીવાનો પ્રયાસ કર્યો હતો.

1996માં સુરેશ મહેતાની સરકાર હતી ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અમરસિંહ ચૌધરી સમયે ભારે ધમાલ અને ધાંઘલ થઈ હતી. અધ્યક્ષ અને મુખ્મંત્રી સુરેશ મહેતા પર પીન કુશન, તકીયા, ચોપડા, ચોપડી, માઈલ ફેંકાયા હતા. કોંગ્રેસના ધાસભ્યોએ માઈલ તોડીને ભારે ધાંધલ ધમાલ કરાવી હતી. તેમના સાથી ધારાસભ્ય શક્તિસિંહ ગોહીલે પોતાની બેચ પરથી માઈલ તોડીને સુરેશ મહેતાને ફટકાર્યું હતું. ગૃહની બહાર નિકળીને કોંગ્રેસના ધારાસભ્યોને પોલીસે માર માર્યો હતો.

વીરજી ઠુમર ઘવાયા હતા અને તેમને હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. બારીના કાચ તુટવાના કારણે પત્રકારો પણ ઘવાયા હતા અને તેમને હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા. ગૃહમાં લોહી રેડાયું હતું. આમ થતાં રાજ્યપાલ તુરંત સરકાર બરતરફ કરી હતી અને રાષ્ટ્રપતિ રાજની ભલામણ કરતાં રાષ્ટ્રપતિનું શાસન આવ્યું હતું. સુરેશ મહેતાની બહુમતી ધરાવતી સરકારને કોંગ્રેસે ગગડાવી હતી અને શંકરસિંહ વાઘેલાની રાજપા સરકાર બનાવવામાં આ રીતે અમરસિંહ ચૌધરીએ મદદ કરી હતી.

30 જૂન 1998ના રોજ તેલના ભાવ વધારાના મુદ્દે સૂત્રોચ્ચાર કોંગ્રેસે કર્યો હતો એક સભ્યએ ઊભા થઈ ને તેલની એક બોટલ પુરવઠા મંત્રીની ડેસ્ક પર છોડી આવી હતી. તેમને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા.

24 ફેબ્રુઆરી 1999માં પ્રશ્નોત્તરી સમય દરમિયાન અભૂતપૂર્વ ધાંધલ ધમાલ થઈ હતી. વિપક્ષના કેટલાંક સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. વિરોધ પક્ષના નેતા તરીકે અમરસિંહ ચૌધરી હતા. અને મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ વિધાનસભા ગૃહમાં હાજર હતા. તે સમયે કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવાના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા. કેટલાંક સભ્યો વિધાનસભાના સચિવ કાંતિભાઈ પંચાલના ટેબલ પર ચઢી ગયા હતા અને તેમનું માઈક તોડી નાંખ્યું હતું. વળી ઘડિયાળ પણ તોડી નાંખવામાં આવ્યું હતું. માઈક તોડી નાંખવાની આ પ્રથમ ઘટના બની હતી.

23 ફેબ્રુઆરી 2000માં પ્રશ્નોત્તરી સમય પૂરો થતાં જ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ભારે ધાંધલ ધમાલ કરી હતી. RSS ની ખાખી ચડ્ડી અને કાળી ટોપી ધારાસભ્યો લાવ્યા હતા અને રાજ્યપાલ સુંદરસિંહ ભંડારી ઉપર ફેંકી હતી. તેઓ RSSના હોનવાથી આમ કરાયું હતું. સભ્યોને એક અઠવાડિયા સુધી સસ્પેન્ડ કરાયા હતા.

22 માર્ચ 2001ના રોજ વિરોધ પક્ષના નેતા અમરસિંહ ચૌધરીને સસ્પેન્ડ કરાતાં સભ્યો વેલમાં ધસી આવ્યા હતા. ધારાસભ્યો તેની પાટલીઓ ઉપર ચઢી ગયા હતા. અધ્યક્ષ ધીરૂભાઈ શાહ પર ફાઈલો ફેંકી હતી. પુસ્તકો ફેંક્યા હતા. ઘણાં બધા માઈકો તોડી નંખાયા હતા. કોંગ્રેસના તમામ સભ્યોને સાર્જન્ટો દ્વારા બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા. તેથી તમામ ધારાસભ્યો અધ્યક્ષની કચેરીમાં ધસી ગયા હતા અને ફર્નિચરની તોડફોડ કરી હતી. અધ્યક્ષ સાથે અસભ્ય વર્તન કર્યું હતું.

અધ્યક્ષ ધીરૂભાઈ શાહ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ગૃહ રાજ્ય મંત્રી હરેન પંડ્યાએ તમામને સમગ્ર સત્ર સુધી સસ્પેન્ડ કરવા દરખાસ્ત કરી હતી. અધ્યક્ષનું અવમાન થતાં ધીરૂભાઈ શાહ 30 માર્ચથી 72 કલાકના ઉપવાસ પર બેસી ગયા હતા. આ દિવસે એટલી ધમાલ થઈ હતી કે વિધાનસભા 9 વખત મુલતવી રાખવી પડી હતી.

ત્યાર બાદ નરેન્દ્ર મોદીની સરકાર આવી અને ત્યાર બાદ ત્યારેય માઈલ ફેંકાયા ન હતા. 2002માં ખતરનાર કોમી તોફાનો થયાં છતાં તેમની સમયમાં વિધાનસભામાં ક્યારેય માઈક ફેંકાયા ન હતા. તે તેમની સિધ્ધી છે.

હવે નબળી સરકાર આવતાં જ કોંગ્રેસ ફરીથી હાવી થઈ છે અને ગુજરાતની ગરીમાને ન શોભે એવી તોડફોડ 2000 પછી ફરીથી શરૂ કરી છે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp