ગાંધીનગરમાં હિતેશ મકવાણા મેયર અને પ્રેમલસિંહ ગોલ ડે. મેયર

PC: bhaskar.com

ગુજરાત રાજ્યના પાટનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં ગુરૂવારે મેયરની વરણી થઈ હતી. જેમાં ડે.મેયર પદે પ્રેમલસિંહ ગોલની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર શહેરના નવા મેયર હિતેશ મકવાણાની પસંદગી કરવામાં આવી છે. જેઓ પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર છે. જ્યારે ગુજરાતી ફિલ્મના અભિનેત્રી રોમા માણેકના પતિ છે. પ્રથમ વખત ભાજપે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં બહુમતી મેળવી છે. શહેરના પાંચમા મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી કરવામાં આવી છે.

જ્યારે ડે. મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે જશવંતલાલ પટેલને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવાયા છે. શાશક પક્ષના નેતા તરીકે પારૂલબેન ઠાકોર અને દંડક તરીકે તેજલબેન નાઇને જવાબદારી સોંપવામાં આવી છે. ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ રૂચિર ભટ્ટે આ અંગે મેન્ડેટ આપ્યો હતો. જ્યારે વૉર્ડ નં 6ના કોર્પોરેટર ગૌરાગ વ્યાસે આ માટે દરખઆસ્ત મૂકી હતી. વૉર્ડ નં.4ના કોર્પોરેટર ભરત દીક્ષિતે આ માટે પોતાનો ટેકો જાહેર કર્યો હતો. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 44 બેઠકમાંથી 41માં ભાજપને સફળતા મળી છે. અન્ય બે બેઠકો પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઉમેદવારને સફળતા પ્રાપ્ત થઈ છે. મેયર પદ માટે પૂનમભાઈ મકવાણા તથા શંકરભાઈ દીક્ષિત આ રેસમાં હતા. કારણ કે પ્રથમ અઢી વર્ષ માટે એસસી માટે અનામત હોવાથી બંને દાવેદારો ચર્ચામાં રહ્યા હતા. જ્યારે બીજા અઢી વર્ષ માટે મેયરપદ સ્ત્રી માટે અનામત છે. ગુરૂવારે સવારે મળેલી એક સામાન્ય સભામાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલી મેયર પદ માટેની અટકળનો અંત આવ્યો હતો. આ ઉપરાંત કોર્પોરેશનમાં એક નવી બોડી તૈયાર થઈ હતી.

અંતે મેયર પદનો તાજ હિતેશ મકવાણાને પહેરાવાયો છે. જેથી મેયરપદનો તાજ કોને શીરે તેવી ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. છેલ્લી ઘડીએ મળેવી પાર્લામેન્ટરી બેઠકમાં મેયરના નામ અંગે ચર્ચા થઈ હતી. બુધવારે મોડી સાંજે આ અંગે ભાજપની એક ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં નામની યાદી મૂકવામાં આવી હતી. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ ન હોવાને કારણે બુધવાર સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું કોઈ આયોજન થયું ન હતું. જોકે, બપોર પછી યુદ્ધના ધોરણે બેઠક બોલાવાઈ હતી. જેમાં આવા તમામ નામની ચર્ચા થઈ હતી. આ વખતે ખભે ખભા મિલાવીને કામ કરી શકે એવા પદાધિકારીઓની પસંદગી કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp