હાઉસીંગ બોર્ડની જમીન છે પણ મકાન નથી

PC: vishvagujarat.in

ગુજરાતના જિલ્લા મથકોને 24 શહેરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની 542 એકર 21,93,396 ચો.મી. જમીન હોવા છતાં ફાળવણી કરી છે. 22 લાખ ચોરસ મીટર પર ગુજરાતના તમામ ઘર વિહોણાં લોકોને સસ્તા મકાનો આપી શકાય તેમ છે. જેની કિંમત રૂ. 4 હજાર કરોડથી રૂ. 5 હજાર કરોડ થાય છે. સરકારે ખેડૂતો પાસેથી સાવ મફતમાં 40 ટકા જમીન લઈ લીધી હતી. તે આ જમીન છે. તેથી સરકારે જમીનનો ખર્ચ તો કરવાનો જ રહેતો નથી. આ જમીન પર સાવ સસ્તા મકાનો બની શકે તેમ હોવા છતાં તે બનાવવામાં આવતાં નથી. રાજ્ય સરકારે 2010મા 7 લાખ અને 2012મા 50 લાખ મકાનો બનાવવાના ગુજરાતની પ્રજાને વચન આપ્યા હતા. તેમાં માંડ 9 લાખ જેવા જ મકાનો બનાવી શકાયા છે. આ જમીન પર એક કરોડ મકાનો બનાવી શકાય તેમ છે. તેમ થતાં તે બનાવવામાં આવતાં નથી. 2012થી જ્યાં પણ હાઉસિંગના મકાનો બન્યા છે ત્યાં કરોડો રૂપિયાના કૌભાંડો ભાજપ સરકારના નેતાઓએ કર્યા છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં આવા કૌભાંડો થયા છે.

આ જમીન અત્યારે અવાવરૂ પડેલી છે. જેને વરંડો પણ બનાવવામાં આવ્યો નથી. વરંડો બનાવવા માટે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી પણ હજુ સુધી તે બન્યો નથી. ચૂંટણીમાં આપેલા 'ઘરનું ઘર'ના વાયદાને પૂરો કરવા ભાજપ સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડની તમામ ખૂલ્લી જમીનો પર તબક્કાવાર પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત તમામ જમીનોની સ્થળ- સ્થિતિ નિશ્ચિત કરવા જમીનોની સંયુક્ત માપણી કરાવવાની હતી.

24 શહેરોની હાઉસિંગની 541.90 એકર જમીનની વિગતો

શહેર  જમીન (એકર) 
અમદાવાદ  104 
વડોદરા  73.12 
સુરત  63.49 
જામનગર  62.60 
ભાવનગર  46.35 
દહેગામ  22.35
મહુવા(ભાવનગર) 18.50 
વલસાડ  17.64 
નવસારી  14.65 
ખંભાત  13.03
સાણંદ  15.61 
રાજકોટ  11.49 
પેટલાદ  11.95
ઉપલેટા  10.55 
વિસનગર  9.77 
જેતપુર 8.29 
ધોળકા 7.41 
ભૂજ 7.95
અમરેલી 6.06 
મહેસાણા 6.43
જૂનાગઢ 3.14 
માતર 2.45
મહેમદાવાદ 2.42
વાંકાનેર 2.38

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp