ખબર છે ગુજરાતના કેટલા યુવાનો ફ્લાઇટ ઉડાવે છે?

PC: cntraveler.com

ગુજરાત સિવિલ એવિયેશન માટે ઉભરતું ક્ષેત્ર છે. રાજ્યના પ્રવાસન વિભાગમાં જોડાયેલા એવિયેશન ડિપાર્ટમેન્ટ તરફથી એવિયેશનની તાલીમ આપતી સંસ્થાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાથી રાજ્યના 300થી વધુ યુવાન અને યુવતિઓ ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં પાયલોટ તરીકે જવાબદારી નિભાવી રહ્યાં છે. આ તમામ ગુજરાતીઓ છે.

ગુજરાતી દાળ-ભાતિયા જીવનમાં કંઈ કરી શકતા નથી તેવા મહેણાં ભારતના અન્ય રાજ્યોના લોકો મારી રહ્યાં છે ત્યારે આપણા યુવાનો અને યુવતિઓ પાયલટ બનીને ગગનમાં મહાલે છે. ખાસ કરીને દલિત તેમજ આદિવાસી યુવક અને યુવતિઓ પણ પાયલટ તરીકે પસંદગી પામ્યા છે.

સિવિલ એવિયેશનના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતમાં પાયલટની તાલીમ માટે વિપુલ તકો ઉભરાઈ છે. રાજ્યની એવિયેશન પોલિસી પ્રમાણે એકક્રાફ્ટના ઉડાન માટે જરૂરી પાયલટની તાલીમ આપતી સંસ્થાઓને અનેક પ્રોત્સાહનો સરકાર તરફથી મળી રહ્યાં છે. SC અને ST યુવક અને યુવતિઓને અભ્યાસ ફીમાં રાહત પણ આપવામાં આવતી હોય છે.

અમદાવાદ એવિયેશન એન્ડ એરોનોટિક્સ એક એવી સંસ્થા છે કે જે વર્ષો જૂની છે. તેણે 300થી વધુ પાયલટ ગુજરાતને આપ્યા છે. આ ઇન્સ્ટીટ્યૂટ ભારતની શ્રેષ્ઠ ઉડ્ડયન સ્કૂલો પૈકીની એક છે. તે તેના હવાઈ જહાજો ધરાવે છે. આ સંસ્થાના પોતાના એન્જિનિયરો છે જે 100 ટકા સેવા પૂરી પાડે છે. પાયલટની ટ્રેનિંગ માટેના શિક્ષકોની ફેકલ્ટી પણ આ સંસ્થા પાસે છે.

આ સંસ્થા સાથે સંકળાયેલા એક ટેક્નિશિયને કહ્યું હતું કે 300થી વધુ તાલીમી પાયલટ વિશ્વના વિવિધ એરલાઇન્સ અને સામાન્ય એવિયેશન સેક્ટર માટે ઉડ્ડયન કરે છે.

ગુજરાતી વિદ્યાર્થીઓ કે જેમને સિવિલ એવિયેશનમાં રસ છે તેઓ ગુજરાતના ત્રણ ઉપરાંત દેશની બીજી અન્ય તાલીમ સ્કૂલોમાં પ્રવેશ મેળવીને પાયલટ અને એરહોસ્ટેસનો કોર્સ કરે છે. આ સેક્ટરમાં વિદ્યાર્થીઓનો રસ વધી રહ્યો છે તેથી મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp