વધુ ખાઇશ તો જાડી થઈ જઈશ પછી મજા નહીં આવે કહીને ડૉક્ટર પતિ પત્નીને આપતો હતો ત્રાસ

PC: jewishjournal.com

દહેજ લેવુ એ ગુનો છે, છતા હજુ પણ કેટલાક એવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે, પૈસાના લાલચુ લોકો પરીણિતાને શારીરિક અને માનસિક ત્રાસ આપીને તેની પાસેથી લાખો રૂપિયાની માગણી કરે છે. હવે તો ભણેલા ગણેલા ડૉક્ટર પણ દહેજની માગણી કરી રહ્યા છે. આ પ્રકારનો એક કિસ્સો વડોદરામાં પ્રકાશમાં આવ્યો છે.

એક રીપોર્ટ અનુસાર, વડોદરાના ભાયલીમાં રહેતી એક યુવતીએ શાદી ડોટકોમની મદદથી ફરીદાબાદના ડૉક્ટર લીઝો સીએમ મેથ્યુ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના અમુક મહિનાઓ પછી તે વડોદરામાં રહેવા માટે આવી ગયા હતા. વડોદરા આવ્યા પછી બંને પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થવા લાગ્યા હતા. ઝઘડા થવાનું કારણ એ હતું કે, યુવતીના કોલેજના મિત્રો સાથેના ફોટા જોઈને પતિ-પત્ની પર શંકા કરતો હતો.

આ ઉપરાંત, જાન્યુઆરી મહિનામાં બંને પતિ-પત્નીએ સિંગાપોર જવાનો પ્લાન બનાવ્યો હતો પણ પત્નીનો પાસપોર્ટ ફાટી ગયેલો હોવાના કારણે તેમની ટૂર કેન્સલ થઇ હતી. જેના કારણે ડૉકટર પતિએ પરિણીતાને ધમકાવી હતી કે, આ ટ્રીપનો ખર્ચ પાંચ લાખ રૂપિયા તારા પિતાએ આપવો પડશે. વિદેશ ટૂર કેન્સલ થવાના કારણે પતિ પત્નીને ત્રાસ આપવા લાગ્યો હતો.

પરિણીતાએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે, શારીરિક સંબંધ બાંધવામાં મજા આવે તે માટે શરીર પાતળું રાખવા માટે બે રોટલી જ ખાવાનું કહ્યું હતું. આ ઉપરાંત પતિએ શંકાના આધારે પરિણીતાનો મોબાઈલ પણ તોડી નાંખ્યો હતો અને ટૂર કેન્સલ થયાના આઠ દિવસ પછી પરીણિતાને એક જ રૂમમાં ગોંધી રાખી હતી. જોકે, પરીણિતા ગમે તેમ કરીને વડોદરા આવી હતી અને સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે ડૉક્ટર લીઝો સીએમ મેથ્યુ સામે IPCની કલમ 498 k, 323, 506/2 અને 504 મુજબ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp