26th January selfie contest

કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળે આપ્યું પોતાના જ પક્ષ વિશે વિવાદિત નિવેદન

PC: khabarchhe.com

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેટલાક નેતાઓ સ્ટેજ પરથી વિવાદિત નિવેદનો આપે છે તો કેટલાક નેતાઓ મતદારોને પોતાના પક્ષમાં મત આપવા માટે રીતસરના ધમકાવતા હોય તેવા ભાષણો કરે છે, પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે, ઉમેદવાર પોતાના જ પક્ષ વિષે વિવાદિત નિવેદનો આપે. કારણ કે, કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર પરથી ભટોળ જે પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે પક્ષના વિચાર સાથે સેટ ન હોવાની કરી હતી.

પરથી ભટોળે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આ બધો વિચાર શ્રેણીનો સવાલ છે. મારો દીકરો પહેલા ભાજપમાં હતો. એટલે હું કદી પણ કોંગ્રેસના વિચારો સાથે સેટ હતો જ નહીં. ઉલ્લેખનીય છે કે, પરથી ભટોળે આ અગાઉ પણ એક વાર કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. પરથી ભટોળ પોતાના કાર્યકર્તાઓ સાથે અંબાજી માતાન મંદિરે દર્શન કરવા માટે ગયા ત્યારે માતાજીના દર્શન કર્યા પછી તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. ઈન્ટરવ્યુમાં પરથી ભટોળે ભૂલથી કોંગ્રેસથી જનતા કંટાળી છે તેવું નિવેદન આપી દીધું અને તેમનાથી કંઈ ખોટું બોલાઈ ગયું છે તેવું ભાન થતા જ તેમણે પોતાનું નિવેદન તુરંત બદલી નાંખ્યું અને કહ્યું કે, સોરી સોરી ભાજપના શાસનથી, ભાજપના નિયમોથી પ્રજા ખુબ જ કંટાળી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, પરથી ભટોળ વર્ષોથી ભાજપના કાર્યકર્તા હતા અને તેઓ ભાજપમાં રહીને કોંગ્રેસની ટીકા કરતા હતા એટલે એવું લાગે છે કે, ભાજપમાં રહીને કોંગ્રેસ વિરોધી બોલવામાં તેમની જીભ વળી ગઈ હશે એટલે તેઓ કોંગ્રેસમાં જોડાયા પછી ભાજપના બદલે કોંગ્રેસની જ ટીકા કરી રહ્યા છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp