રાજકોટ: 31 જાન્યુઆરી સુધી જો HSRP નંબર પ્લેટ નહીં લગાવો તો થશે 500 રુપિયાનો દંડ

PC: abtakmedia.com

રાજ્યભરમાં વાહનોને હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટેનુ કામ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે રાજકોટ RTO દ્વારા હાઈસિકયુરીટી નંબર પ્લેટ લગાવવા બાબતે એક જાહેરનામુ બહાર પાડ્યુ છે. જે મુજબ 31 જાન્યુઆરી સુધી જો HSRPનંબર પ્લેટ નહી લગાવવામાં આવે તો 500 રુપિયાનો દંડ વસૂલવામાં આવશે.

RTO દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યુ છે કે, જે શેરી અને સોસાયટીમાં એક સાથે ઓછામાં ઓછા 70 જેટલા વાહનો એકસાથે એકઠા કરીને હાઈસિકયુરીટી નંબર પ્લેટ લગાવવાની જાણ કરવામાં આવશે તો RTO દ્વારા એ સ્થળે આવીને લગાવી આપવામાં આવશે.

RTOએ બહાર પાડેલા જાહેરનામા મુજબ આગામી દિવસોમા રાજકોટ શહેરમા આરટીઓની અને ટ્રાફિક પોલીસની સંયુકત ઝુંબેશ શરૂ કરવામાં આવી શકે છે. જેમાં 1 લી ફેબ્રુઆરીથી HSRP નંબર પ્લેટ વગરના વાહનોને રોકવામા આવશે અને તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે. નંબર પ્લેટ વગરના વાહનોને 500 રુપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp