અમદાવાદના રાયપુર ભજીયા હાઉસની આ વાત તમે નહીં જાણતા હોવ

PC: news18.com

તમે રાજ્યમાં કોઈ પણ જગ્યા પર દુકાન કે, પછી ઓફિસ ભાડે રાખવા માટે જાવ તો તમારે પૈસાની ચૂકવાણી કરવી પડે છે. પણ અમે આજે એક એવી દુકાન વિષે વાત કરવાના છિએ કે, તે દુકાનનું વર્ષોથી ભાડું લેવામાં આવતું નથી. આ દુકાનદારને ભાડા પેટે માત્ર કબૂતરોને ચણ નાંખવાનું કહેવામાં આવે છે. એટલે એક દિવસનું ભાડું એક મુઠ્ઠી ચણ લેવામાં આવે છે. આ ભાડું પણ દુકાન દારે પોતાના હાથે પક્ષીઓને આપવું પડે છે. એટલે કે દુકાનદરને ચણ નાંખવી પડે છે.

આ દુકાન અમદાવાદમાં આવેલી છે અને તેનું નામ રાયપુર ભજીયા હાઉસ છે. આ રાયપુર ભજીયા હાઉસના મકાનની વાર્તા અલગ છે અને તે અમદાવાદના ઈતિહાસની સાથે પણ જોડાયેલી છે. રાયપુર ભજીયા હાઉસની દુકાન જ્યારે ભાડા પેટે રાખવામાં આવી ત્યારે દુકાનદારે દુકાનનું ભાડું દુકાન પર બનાવવામાં આવેલા ચબુતરામાં એક મુઠ્ઠી ચણ નાંખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષોથી આજે પણ એક મુઠ્ઠી ચણના ભાડામાં આ રાયપુર ભજીયા હાઉસ ચાલવામાં આવે છે.

આ બાબતે ખાડીયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ નાનપણથી જુએ છે કે, આ દુકાનની છત પર બનાવમાં આવેલા ચબુતરામાં એક વ્યક્તિ પક્ષીઓ માટે ચણ નાંખવા માટે જાય છે. રાયપુર ભજીયા હાઉસની શરૂઆત 1933માં થઈ હતી. આ દુકાનની શરૂઆત મોતીલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેઓ માત્ર આ જગ્યા પર વડના વૃક્ષ નીચે ખૂમચો લઇને ભજીયા વેંચતા હતા. ત્યારબાદ તેમના ભજીયાને લોકોનો સારો પ્રતિસાદ મળતા તેમને દુકાન રાખવાનું નાક્કી કર્યું અને તે સમયે એક મુઠ્ઠી ચણના ભાડા પેટે ભજીયાની દુકાન ભારે રાખી અને ત્યારથી રાયપુર ભજીયા હાઉસની શરૂઆત થઈ હતી.

આ ભજીયાની દુકાનમાં બટાકા, ડુંગળી અને મિક્સ ગોટાનું વેચાણ કરવામાં આવે છે. આ દુકાનમાં અન્ય દુકાનો કરતા ખૂબ ઓછા ભારે ભજીયાનું વેચાણ કરવામાં આવે છે. અહિયાં ભજીયા એટલા સસ્તા મળે છે કે, એક વ્યક્તિ 50 રૂપિયામાં પેટ ભરીને ભજીયાનો આણંદ લઇ શકે છો. આ દુકાન પર મળતા ભજીયાની પણ એક ખાસિયત છે. ભજીયા સાથે ચટણી આપવામાં આવતી નથી. માત્ર કાગળમાં હાથમાં ભજીયા લઈને તેનો સ્વાદ લઇ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp