બજારમાં આવશ્યક ચીજવસ્તુ ના મળે તો અહીં ફોન કરજો? વ્યવસ્થા થઇ જશે...

PC: deccanchronicle.com/

ગુજરાતમાં લોકડાઉન સમયે કોઇપણ ચીજવસ્તુ ના મળે તો ક્યાં ફોન કરવો, ક્યાં ફરિયાદ કરવી તેની ગાઇડલાઇન આપવામાં આવી છે. લોકડાઉન દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓ તેમજ સેવાઓ વિનાવિધ્ને લોકોને મળી રહે તે માટે સરકારે હેલ્પલાઇન શરૂ કરી છે.

રાજ્યમાં આ લોકડાઉનના દિવસો દરમિયાન રાજ્યના નાગરિકોને દૂધશાકભાજીઅનાજદાળકરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે તેવું આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યુ છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારસહકાર સચિવ મનિષ ભારદ્વાજ અને અન્ન નાગરિક પુરવઠા સચિવ મોહમદ શાહિદે રાજ્યના બધા જ જિલ્લાના પુરવઠા અધિકારીઓજિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર સાથે ગાંધીનગરમાં વિડીયો કોન્ફરન્સ કરીને આવી સપ્લાય ચેઇન સુપેરે ચાલે તે માટે માઇક્રો પ્લાનીંગને આખરી ઓપ આપ્યો હતો.

અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કેરાજ્યમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને પર્યાપ્ત માત્રામાં અને સરળતાએ મળી રહે તે માટે સંપૂર્ણ તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC  ખાતે એક 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-1070 તથા 079-23251900 પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે. 

અશ્વિનીકુમારે રાજ્યમાં શાકભાજીની આવક અને ખપતની વિગતો આપતાં કહ્યું કેગુરૂવારે સવારે રાજ્યની શાકભાજી મંડળીઓ-માર્કેટમાં 59 હજાર કિવન્ટલ શાકભાજીની આવક રહી છે. 13655 કિવન્ટલ બટાટા4350 કિવન્ટલ ડુંગળી6900 કિવન્ટલ ટમેટા અને 34000 કિવન્ટલ લીલા શાકભાજી રાજ્યના નાગરિકોના વપરાશ માટે ઉપલબ્ધ થયેલા છે.

સમગ્ર રાજ્યમાં 68 જેટલા શાકભાજી માર્કેટ કાર્યરત છે તેમજ ચૈત્રી નવરાત્રિના આ પર્વ દરમિયાન ઉપવાસ-વ્રત રાખનારા લોકોને અગવડતા ન પડે તે માટે પુરતા ફળફળાદિ પણ બજારમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં 610 કિવન્ટલ કેળાં970 કિવન્ટલ સફરજન અને 1100 કિવન્ટલ અન્ય ફળફળાદિ સહિત 2680 કિવન્ટલ ફળોની આવક માર્કેટમાં થાય છે.

રાજ્યના 60 લાખથી વધુ પરિવારોના 3.25 કરોડ જેટલા લોકોને એપ્રિલ-2020માં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો દ્વારા વિનામૂલ્યે અપાનારા ઘઉંચોખાખાંડદાળ અને મીઠાની પણ સરળતાએ ઉપલબ્ધિનું માઇક્રો પ્લાનીંગ પુરવઠા વિભાગે કરી દીધું છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp