બુલેટમાં સાયલન્સર મોડીફાઇ કર્યું અને પોલીસ પકડે તો કેટલાં રૂપિયા દંડ થાય?

PC: twitter.com

ગુજરાતમાં ટ્રાફીક પોલીસની અત્યારે ડ્રાઇવ ચાલે છે, જેમાં બુલેટમાં જે લોકોએ સાયલન્સરે મોડીફાઇ કરાવ્યું હોય તેમને પકડવામાં આવે છે અને સાયલન્સર કઢાવી નાંખવામાં આવે છે. ગુરુવારે રાજકોટમાં લગભગ 350 જેટલા બુલેટના સાયલન્સરનો પોલીસે રોડ રોલર ફેરવીને કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો.

બુલેટમાં સાયલન્સર મોડીફાઇ કરવાને કારણે ધ્વનિ પ્રદુષણ ફેલાઇ છે એટલે ટ્રાફીક નિયમોનું ઉલ્લંઘન થાય છે. સાયલન્સર વધારે અવાજ કરતું હોવાને કારણે નાના બાળકોના કાનને અને હાર્ટના દર્દીઓને મુશ્કેલી ઉભી થઇ શકે છે.

પરંતુ કેટલાંક ટ્રાફીકના પોલીસો આડેધડ દંડ વસુલે છે. અમે એક ઉચ્ચ પોલીસ અધિકારી પાસેથી જાણકારી મેળવી હતી કે, સાયલન્સર મોડીફાઇના કેસમાં મોટર વ્હીકલ એક્ટની નિયમ 194 (F) મુજબ 1000 રૂપિયાનો દંડ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp