ભાવનગરમાં બસના અભાવે લોકો ખાનગી વાહનોમાં લટકીને મુસાફરી કરવા મજબૂર

PC: bhavyabodelinews.com

ભાવનગરમાં લોકો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે. શહેરના ઘોઘા જકાતનાકાથી મીઠીવીરડી સુધીના રોડ પર રોજના આશરે 100 થી વધુ ખાનગી વાહનો મુસાફરી માટે હેરાફેરી કરે છે. બસની સેવા મર્યાદિત હોવાના કારણે ત્યાંના 25 ગામના લગભગ 20 હજાર જેટલા લોકો આવી રીતે ખાનગી વાહનોમાં મુસાફરી કરે છે.

સામાજિક અગ્રણી મુકેશ દિહોરાએ જણાવ્યુ કે, બસોની સુવિધા ન હોવાના કારણે લોકોમાં ખાનગી વાહનોની મુસાફરીનો ક્રેઝ વધ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ટેમ્પોની સંખ્યા ઘટી છે જ્યારે મોટી સાઇઝની પેસેન્જર રીક્ષા,કાર અને નાના ટેમ્પાઓ તથા છકડાઓનું પ્રમાણ વધ્યું છે. લોકોને મજબુરીને કારણે આ જોખમી મુસાફરી કર પડે છે.

ભાવનગર STવિભાગના ડીવિઝનલ કંટ્રોલર એ.કે.પરમારે જણાવ્યુ કે, હાલ 120 જેટલા કંડકટરોની ઘટ છે તે ચાલુ મહિનાના અંત સુધીમાં મળી જશે. તેથી ભાવનગર જિલ્લામાં અનેક નવા રૂટ પણ શરૂ કરવામાં આવશે.

ત્યાંના સ્થાનિકના જણાવ્યા અનુસાર, જિલ્લાના અંતરિયાળ કહી શકાય એવા હોઇદડ ગામમાં પહેલા રોજ 2 ST બસ આવતી હતી. પરંતુ છેલ્લા 25 વરસથી આ વિસ્તારમાં એક પણ બસ આવતી નથી. તેના કારણે ગામના વિદ્યાર્થીઓને પણ 3 કિલોમીટર ચાલીને જવુ પડે છે.

આમ વિકાસની વાતો કરતી સરકાના દાવા આ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો પોકળ સાબિત કરે છે. રોજબરોજની મુસાફરી માટે સરકારી બસ ન હોવાના કારણે લોકો ખાનગી વાહનોમાં મુસાફરી કરતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp