26th January selfie contest

દારૂ જોઈએ છે? અહીંયા મળે છે!

07 Dec, 2017
05:56 PM

Loading...

ગુજરાતમાં આચારસંહિતા લાગુ થઈ ત્યારે ઈલેક્શન કમિશને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન કાળા નાણાં અને દારૂના ઉપયોગ પર બાજ નજર રાખવામાં આવશે. હાલમાં ગુજરાત વિધાનસભા-2017ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં માત્ર 2 દિવસ બાકી છે ત્યારે સુરતમાં દારૂનું ખુલ્લે આમ વેચાણ કરતા એક નેટવર્કની માહિતી Khabarchhe.comની ટીમને મળી, જે અનુસાર ઓપરેશન હાથ ધરાતા ગુજરાતની ગરીમા પર પ્રશ્ન ઉભો થયો છે. થોડા સમય પહેલા સરકારે દારૂ વેચનાર અને ખરીદનારને 5 વર્ષની કેદની સજાની જોગવાઈ કરી હતી. આજે આ કાયદાની મજાક બનતી હોય તેવું લાગી રહ્યું છે.

Loading...