માસ્ક ન પહેરનાર પોલીસકર્મી સામે કાયદાકીય પગલા લેવાશેઃ અમદાવાદ પોલીસ કમિશનર

PC: dainikbhaskar.com

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ચૂંટણી પહેલા અને ચૂંટણી વચ્ચે રાજ્યમાં પ્રતિદિન 300થી 350 પોઝિટિવ કેસો સામે આવતા હતા પરંતુ હવે રાજ્યમાં પ્રતિદિન 3 હજાર કરતાં પણ વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા 20 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે લોકો માસ્ક નથી પહેરતા તેમની પાસેથી દંડની વસૂલાત પણ કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં 6 એપ્રિલના રોજ 3,280 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા અને કુલ 17 લોકોના મોત થયા હતા. હાલ રાજ્યમાં 17,348 કેસ એક્ટિવ છે. તેમાંથી 171 લોકો વેન્ટિલેટર પર છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 4,598 લોકોના મોત થયા છે.

તો બીજી તરફ અમદાવાદમાં છેલ્લા 5 દિવસમાં 50 કરતાં પણ વધારે પોલીસકર્મી અને પોલીસ અધિકારી કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી સામે આવી રહી છે, ત્યારે પોલીસ વિભાગમાં ફેલાતું કોરોનાનું સંક્રમણ અટકાવવા અને પોલીસકર્મીઓની સુરક્ષાને લઇને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. માસ્ક ન પહેરનાર અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરનારા પોલીસ સામે પણ કાયદાકીય પગલાં લેવામાં આવશે એટલે પોલીસે પણ હવે ફરજ સમયે ફરજીયાત માસ્ક પહેરવું પડશે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.

એક એવી પણ માહિતી મળી રહી છે કે, અમદાવાદમાં પોલીસ વિભાગમાં અત્યાર સુધીમાં 1,590 પોઝિટિવ કેસો સામે આવ્યા છે અને જેમાંથી 1,524 પોલીસકર્મીઓ કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થયા છે અને 16 જેટલા પોલીસકર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં માત્ર પાંચ દિવસમાં જ અમદાવાદ શહેરમાં 50 જેટલા પોલીસકર્મીઓને આવતા અમદાવાદ પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. 

બીજી મહત્ત્વની વાત છે કે, અમદાવાદના એક જ વિસ્તારમાંથી પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકોની પાસેથી કરોડો રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી પોલીસ દ્વારા માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધીમાં 1.63 લાખ લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ 8.98 કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે. સાથે જ જાહેરનામાનો ભંગ કરનારા 20 હજાર કરતાં વધારે લોકો ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત DGP આશિષ ભાટિયાના આદેશના પહેલાના ત્રણ દિવસના સમયમાં જ પોલીસે 2,027 લોકોની પાસેથી માસ્ક ન પહેરવા બદલ 20.27 લાખ રૂપિયાના દંડ વસૂલાત કરવામાં આવી છે. અમદાવાદ પોલીસે કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ પોલીસ દ્વારા લોકોની પાસેથી 27 કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp