ભાજપનો અનોખો ચૂંટણી પ્રચાર, ગુજરાતમાં ડાન્સરે ઠુમકા લગાવી ઉમેદવાર માટે માગ્યા મત

PC: youtube.com

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આજે છ મહાનગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. તો બીજી તરફ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં રાજકીયપક્ષો દ્વારા ઉમેદવારોનો પ્રચાર કરવામાં આવી છે.

હરિયાણા અને બિહારમાં ચૂંટણી પ્રચારમાં ડાન્સર દ્વારા સ્ટેજ પર ઠુમકા લગાવવામાં આવ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં મત લોકોને છોકરીઓનો ડાંસ બતાવીને ઉમેદવારોએ મત માગવાની શરૂઆત કરી છે. ગુજરાતમાં પણ હવે નેતાઓને એવું લાગી રહ્યું છે કે. ગાયિકા ઠુમકા લગાવશે તો વોટ મળશે.

રિપોર્ટ અનુસાર ગુજરાતની જનતાએ ક્યારેય પણ વિચાર્યું નહીં હોય કે, ક્યારેક કોઈ ડાન્સર આવીને સ્ટેજ પર ઠુમકા લગાવીને મતની માગણી કરશે પણ આવું ભરૂચમાં સામે આવ્યું છે. શિસ્ત બદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે ગુજરાતમાં અનોખા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. ભરૂચના ભાજપના ઉમેદવાર ભોલાભાઈના ચૂંટણી પ્રચાર માટે ગાયિકા મમતા ચૌધરી પહોંચી હતી.

ગાયિકાએ મમતા ચૌધરીએ લોકોને ભાજપના ઉમેદવાર ભોલાભાઈને મત આપવાની અપીલ કરી હતી અને સાથે જ સ્ટેજ પર લોકોની સાથે ઠુમકા પણ લગાવ્યા હતા. DJના તાલે મમતા ચૌધરીએ સ્ટેજ પર ઠુમકા લગાવ્યા હતા. મમતા ચૌધરીના ઠુમકા જોઈને લોકોએ પણ બૂમાબૂમ કરી હતી.

ભાજપના ઉમેદવારના આ અનોખા ચૂંટણી પ્રચારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ મમતા ચૌધરીનો ડાન્સ જોવા માટે ઉમટી પડી હતી. નેતાની સભામાં હાજર રહેલા વ્યક્તિઓ કોરોનાની મહામારીને ભૂલીને માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનું ભૂલી ગયા હતા.

રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી પછી તરત જ સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે. ત્યારે હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પછી તાલુકા અને જિલ્લાઓમાં પણ કોરોના વધશે તેવું લાગી રહ્યું છે.

ભરૂચના ચૂંટણી પ્રચારમાં લોકોની ભીડને જોતા એવું લાગી રહ્યું છે કે, આ ભીડ નેતા માટે નહીં પણ કોરોનાને આમંત્રણ આપવા માટે એકઠી થઇ હતી. નેતાએ ગાયક કલાકારને બોલાવીને સ્ટેજ પર ઠુમકા લગાવડાવીને મત માગતા સવાલ એ થયા છે કે, શું ભાજપના આ ઉમેદવારની પાસે મત માગવા માટે વિકાસમાં મુદ્દા ખૂટી ગયા છે કે શું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp