ભિલોડામાં મહિલા LRDએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

PC: news18.com

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. કોઈ વ્યક્તિએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાની ઘટનાઓ સમાવે છે તો કોઈ વ્યક્તિએ કોરોનાની મહામારી વચ્ચે કોરોનાના ડરથી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. લોકો ગમે તે કારણોસર આપઘાત કરી લેતા હોય એવા કિસ્સા પોલીસના ચોપડે પણ નોંધાઈ છે. તેવામાં અરવલ્લીના ભિલોડામાં એક મહિલા પોલીસકર્મીએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ પોલીસકર્મીને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે મહિલા પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર 29 વર્ષના મંગુ નીનામા નામના LRD પોલીસકર્મી ભિલોડા પોલીસ લાઇનના કોટર્માં રહેતા હતા. મંગુ નીનામા જ્યારે પોતાના ઘરમાં એકલા હતા તે સમયે તેમને પંખાની સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ ભિલોડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ ઘટના 21 જુલાઇના રોજ રાત્રે 11:30 પહેલા બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે તો બીજી તરફ મોડી રાત્રે 12:30 વાગ્યે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એવી પણ માહિતી સામે આવી છે કે, આપઘાત કરનાર મહિલા પોલીસકર્મીને તેના પતિ સાથે અવાર નવાર ઘર કંકાસ થતો હતો. આ ઘરકંકાસથી તેને આપઘાત કરી લીધો હોય તેવું પોલીસનું માનવું છે. મંગુ નીનામાનો પતિ SRPમાં ફરજ બજાવે છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના પહેલા અમદાવાદમાં પણ એક પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. 15 જુલાઇના રોજ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કર્યો હતો અને આપઘાત કરનાર પોલીસ કોન્સ્ટેબલનું નામ ઉમેશ ભાટીયા હતું. તેને આપઘાત કરતા પહેલાં વોટ્સએપ સ્ટેટસમાં બાય બાયના સિમ્બોલ દર્શાવતું ઇમોજી મૂક્યું હતું અને ગુડ મોર્નિંગ લખ્યું હતું. કોન્સ્ટેબલ ઉમેશે માટે કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસકર્મીઓના કહેવાનું અનુસાર ઉમેશ ભાટીયા એકદમ શાંત સ્વભાવના પોલીસકર્મી હતા અને તે એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા હત. તેઓ ક્યારેય પણ કોઈ વિવાદમાં આવ્યા નહોતા અને સ્ટાફ સાથે હળી-મળીને રહેતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp