ગુજરાતમાં પાત્રતા ધરાવતા લોકોમાંથી 47 ટકા લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયોઃ સરકાર

PC: https://www.gannett-cdn.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવી કોરોના વેક્સીનેશનની રાજ્યવ્યાપી સઘન કામગીરી અન્વયે 20મી જુલાઇ-2021 સુધીમાં રાજ્યમાં 47 ટકા લોકોને વેક્સીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. પર મિલિયન વેક્સીનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે.

ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના વેક્સીનેશન માટે પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લોકોમાંથી 47 ટકા એટલે કે 2 કરોડ 31 લાખ 30 હજાર 913 લોકોને અત્યાર સુધીમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. એટલું જ નહિ, 70 લાખ 16 હજાર 83 લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે.

CM વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના વેક્સીનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી. સમગ્રતયા રાજ્યમાં 20મી જૂલાઇના દિવસે 4 લાખ 12 હજાર 499 લોકોને કોરોના રસીથી સાંકળી લેવામાં આવ્યા છે.

આમ, CM વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૌ કર્મીઓએ લોકોને કોરોના વેક્સીનેશન આપવા માટે આદરેલી ઝૂંબેશના પરિણામે 20મી જુલાઇ સુધીમાં 3 કરોડ 01 લાખ 46 હજાર 996 લોકોનું વેક્સીનેશન સંપન્ન થયું છે.

ગુજરાતમાં 20મી જુલાઇ સુધીમાં જે 2 કરોડ 31 લાખ 30 હજાર 913 લોકોને પ્રથમ ડોઝ અપાયો છે તેમાં 19,64,948 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર; 4પથી વધુ વયના 1,16,37,087 તેમજ 18થી 44 વયજૂથના 95,28,878 લોકોનો સમાવેશ થાય છે. રાજ્યના આઠ મહાનગરોમાં વેક્સીન લેવાની પાત્રતા ધરાવતા 1,09,99,642 વ્યક્તિ સામે 74,76,174 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 21,89,607 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપી દેવાયો છે. આમ સમગ્રતયા રાજ્યના 8 મહાનગરોમાં કુલ 96,65,781 રસીના ડોઝ આપવામાં આવ્યા છે અને 68% શહેરીજનોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp