સિદ્ધપુરમાં પશુપાલકે વ્યાજે લીધેલા દોઢ લાખના 2 લાખ ચૂકવ્યા છતાં‌ 5 લાખની ઉઘરાણી

PC: khabarche.com

પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુધ્ધ ઝુંબેશ હાથ ધરાતાં પાટણ જિલ્લામાં વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોમાં હિંમત આવીને પાટણ જિલ્લામાં 9 ફરિયાદ નોંધાઇ હતી ત્યારે સિદ્ધપુરના લુખાસણ ગામે પશુપાલકે ભેંસો ખરીદવા વ્યાજે લીધેલા રૂ. દોઢ લાખ 8 મહિનામાં ભેંસો વેચીને રૂ.2,22,500 ચુકવ્યા છતાં વ્યાજખોરની આકરી ઉઘરાણી કરીને રૂ.5 લાખ હજી બાકી છે, તેમ કહીંને પશુપાલકે સિક્યોરીટી પેટે આપેલ ચેકમાં રૂ.900000 ભરીને બેંકમાં બાઉન્સ કરાવીને સિદ્ધપુર કોર્ટ કેસ દાખલ કર્યો હતો.પશુપાલકે સિદ્ધપુર પોલીસ મથકે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી.

લુખાસણ ગામે રહેતાં પશુપાલક જેઠાભાઇ લાલાભાઇ પ્રજાપતિએ ભેંસો લાવવા તા.10-01-2019ના રોજ પટેલ વિષ્ણુભાઇ કાંતીભાઇ રહે. સિદ્ધપુર પાસેથી રૂ.1,50 લાખ માસિક દોઢ ટકા વ્યાજે લીધા હતા. તેના સિક્યોરીટી પેટે બે ચેક રૂ.1,50,000 લખાવી તેમાં જેઠાભાઇની સહી કરેલ હતી. રૂ.6000 વ્યાજ કાપી રૂ.1,44,000 આપેલા હતા. ત્યારબાદ જેઠાભાઇએ તા.10/01/2019થી તા.28/08/2019 સુધીમાં ભેંસો વેચીને રૂ.2,22,500 રોકડા ચુકવી દીધા હતા. છતાં વિષ્ણુભાઇ પટેલે ઉઘરાણી ચાલુ રાખી હજી વ્યાજ સહીત રૂ.5 લાખ લેવાના બાકી નીકળે છે.

તેમ જણાવી અવાર નવાર ખેતરે આવીને જેઠાભાઇ અને તેમની પત્ની પાસે કડક ઉઘરાણી કરીને જેમફાવે તેમ બોલીની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં જેઠાભાઇએ સિદ્ધપુર પોલીસ મથકે પટેલ વિષ્ણુભાઇ કાંતીભાઇ સામે ફરિયાદ નોંધાવતાં તપાસ અધિકારી પીએસઆઇ પી.એમ.બોડાણા તપાસ હાથ ધરી છે.

વિષ્ણુભાઇ પાસેથી જેઠાભાઇએ વ્યાજે પૈસા લેતી વખતે સહીવાળો કોરો ચેક આપેલો હતો. તે ચેક તેઓએ જેઠાભાઇની જાણ બહાર 2કમ રૂ.9,00,000 લખી વિપુલભાઇ કાંતીભાઇ પટેલ રહે.બિલીયા તા. સિદ્ધપુરના રણુજ નાગરીક બેંકના ખાતામાં નાખતા બાઉન્સ થયો હતો. જે અંગે જેઠાભાઇ ઉપર સિદ્ધપુર સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરાવેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp