આજના સ્પર્ધાત્મક યુગમાં દરેક ક્ષેત્રે સફળ મહિલાઓની સંખ્યા વધી રહી છે: ડૉ. આચાર્ય

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભા ખાતે દુર્ગા અષ્ટમીના દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્યે ગુજરાત વિધાનસભા સચિવાલયની મહિલા અધિકારીઓ - કર્મચારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ વેળાએ વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્યે કહ્યું કે, મહિલાઓને પોતાની કારકિર્દી ઘડતી વખતે કૌટુંબિક ભૂમિકાઓ નિભાવવામાં સંતુલન રાખવું પડતું હોય છે અને આ સંતુલન જાળવવામાં મહિલાઓને કેટલીક સામાજિક સમશ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આવા અનેક પડકારો હોવા છતાં પણ આજે મહિલાઓએ ગગનચુંબી સફળતાઓ હાંસિલ કરી પોતાની સક્ષમતા સાબિત કરી છે. પરિણામે આજના આ સ્પર્ધાત્મક યુગમાં દરેક ક્ષેત્રે સફળ મહિલાઓની સંખ્યા વધી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, મહિલાઓએ કલાકો સુધી ઓફિસમાં કામ કરતી હોય છે, તેમના કાર્યો ત્યાં સમાપ્ત થતા નથી, તેમણે ઘરે પરત ફરી ઘરના અન્ય રોજિંદા કામો પણ કરવાના હોય છે. આટલી બધી જવાબદારીઓ નિભાવવાની સાથે મહિલાએ પોતાનું સ્વાસ્થ્ય પણ જાળવવું અનિવાર્ય છે ત્યારે ઉપસ્થિત સર્વે મહિલાકર્મીઓને ટિફિન બોક્સ આપી તંદુરસ્ત સ્વાસ્થયની શુભેચ્છાઓ પણ તેમણે પાઠવી હતી.

શુભેચ્છા મુલાકાત દરમિયાન તેમણે કેટલીક બોધવાર્તા અને કેટલાક પોતાના પ્રેણાદાયી અનુભવો જણાવી ઉપસ્થિત સર્વે મહિલાઓમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp