વડોદરામાં કોરોનાના નામે એક વ્યક્તિ કરે છે દોરાનું વિતરણ

PC: youtube.com

કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે હાલ ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને રાજ્યમાં પણ કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજ્યનું આરોગ્ય વિભાગ કોરોનાને કાબુમાં લેવા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાને લઇને કેટલાક અંધશ્રદ્ધાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવે છે ત્યારે અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. વડોદરામાં એક વ્યક્તિ દ્વારા કોરોનાથી બચવા માટે ભાથીજી મહારાજના દોરાનું વિતરણ કરવામાં આવતું હતું.

રિપોર્ટ અનુસાર વડોદરાના છત્રપતિ શિવાજી અતિથી ગૃહ નજીક આવેલા ભાથીજી મહારાજાન મંદિર પર એક વ્યક્તિ દ્વારા કોરોનાના દોરાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દોરનું વિતરણ કરનારા વ્યક્તિએ એક બેનર પણ છપાવ્યું હતું અને તેમાં તેને લખાવ્યું હતું કે, 'કોરોના વાયરસ માટે દોરા આપવામાં આવશે.' લોકોને કોરોનાના દોર આપનાર વ્યક્તિનું નામ હસમુખ બારોટ છે. આ વ્યક્તિ કોરોના મટાડવાનો દાવો કરી રહ્યો છે.

દોરા આપનાર હસમુખ બારોટ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, મંદિરે મેં દોરા આપ્યા પછી કોઈ મને કહેવા આવ્યું નથી કે, આમ થયું કે, તેમ થયું. કાલે મેં દોરા આપ્યા હતા અને આજે એ લોકોએ પેપરમાં આપ્યું કે, આ ખોટું છે. ભાથીજીની જે બંદગી કરે છે તેને 100% સારું થાય છે. મને વિશ્વાસ છે પછી એની શ્રદ્ધા ન રાખે તો સારું નહીં થાય. શ્રદ્ધા રાખશે તો ભાથીજી મોટા દેવ છે. શ્રદ્ધા રાખે તો ઘરે બધું સારું થશે.

આ બાબતે વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, આ અંધશ્રદ્ધા ફેલાવનારા વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં તે પ્રકારની માંગણી કરવામાં આવી છે. ઘણા લોકો રોગ દૂર કરવાના દાવાઓ કરતા હોય છે, ત્યારે આ પ્રકારના દાવાઓથી લોકોએ ભરમાવું જોઈએ નહીં. ભારતમાં ઘણા લોકો ગરીબ છે અને ડોકટરના દવાખાનાના ખર્ચાઓ ઉઠાવી શકતા નથી. એટલે લોકો મફત સારવાર માટે આવા લોકોને મળે છે અને તેઓ રોગને ભયાનકતા પર લઇ જાય છે. આ ખૂબ દુખદ ઘટના છે. ભારતના કે, રાજ્યમાં અંધશ્રદ્ધાને લઇને કોઈ કાયદો નથી અને કાયદો ન હોવાના કારણે આવા લેભાગુઓને મોકળું મેદાન મળે છે. આપણે માનસિકતા બદલવાની જરૂર છે. કોરોનાનાં દોર વેંચે અને તેનાથી કોરોના ન થાય તે માની ન લેવાય કારણ કે, જે થાય તે દર્દીને ભોગવવાનું રહે છે. આ માનવ જીંદગીની સાથે ચેડા છે. અમે પણ આ બાબતે વડોદરાનાં પોલીસ કમિશનરને એક પત્ર લખીને રજૂઆત કરી છે કે, આને પકડીને દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp