વેરાવળમાં સ્વિમિંગ કોચે પરિણીતા સાથે દુષ્કર્મ કરી વીડિયો પતિ અને દીકરાને મોકલ્યો

PC: youtube.com

રાજ્યમાં મહિલા કે યુવતીને કોઈને કોઈ લાલચ આપીને તેને પોતાની જાળમાં ફસાવીને નારાધમોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે આ પ્રકારની વધુ એક ઘટના વેરાવળમાં સામે આવી છે. જ્યાં એક સ્વિમિંગ કોચે એક પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. અંતે આ વીડિયો સ્વિમિંગ ટ્રેનરે પરિણીતાને પતિ અને દીકરાને મોકલી દીધો હતો. અંતે પરિણીતાએ આ નરાધમના ત્રાસથી કંટાળીને પોલીસ સ્ટેશનમાં દરવાજા ખખડાવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને નરાધમ સ્વિમિંગ કોચની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર વેરાવળમાં પરિવારની સાથે રહેતી પરિણીતા એક હોટેલના સ્વિમિંગ ટ્રેનરની પાસે સ્વિમિંગ શીખવા માટે જતી હતી. આ ટ્રેનરનું નામ પ્રકાશ હતું. સ્વિમિંગ શીખતા સમયે પરિણીતાએ પ્રકાશ સાથે આંખ મળી ગઈ અને ત્યારબાદ પ્રકાશે પરિણીતા સાથે વધારે પરિચય કેળવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પ્રકાશે જ્યારે પરિણીતા સાથે સંબંધ બાંધ્યા ત્યારે તેને તેને એક વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને પ્રકાશ પરિણીતાને બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો.

આ વીડિયોના આધારે પ્રકાશે 2014થી 2021 સુધીના સમયમાં અનેક વખત પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાને ડર હતો કે, પ્રકાશ તેનો વીડિયો વાયરલ કરી દેશે અને તેની સમાજમાં બદનામી થશે. તેથી પરિણીતા પ્રકાશ કહે તે પ્રકારે વર્તન કરવા લાગી હતી. પણ અંતે પ્રકાશે પરિણીતાનો વીડિયો તેના પતિ અને દીકરાને મોકલી દીધો અને પરિણીતાની સાથે-સાથે પરિવારના સભ્યોને પણ પ્રકાશ હેરાન પરેશાન કરવા લાગ્યો હતો. તેથી પરિણીતાએ અંતે પ્રકાશથી કટલીને શી ટીમનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ શી ટીમ દ્વારા મહિલાના સમજાવવામાં આવતી હતી અને ટ્રેનરની સામે ફરિયાદ કરવા માટે હિંમત આપી હતી.

તેથી પરિણીતાએ હિંમત કરીને વેરાવળ પોલીસ સ્ટેશનમાં પ્રકાશ નામના સ્વિમિંગ કોચ સામે ફરિયાદ નોંધાવી હતી. વેરાવળ પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના દિવસોમાં સ્વિમિંગ ટ્રેનર પ્રકાશની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પણ મેળવ્યા હતા. પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી છે તેમાં ઉલ્લેખ કર્યો છે કે પ્રકાશ તેને અવાર નવાર ધમકી આપતો હતો. એક દિવસ પ્રકાશની માગ પૂરી કરવાની ના પાડતા તેને 20 વર્ષના દીકરાને વીડિયો કલીપ મોકલી આપી હતી. ત્યારબાદ તે પ્રકારે પરિવારના સભ્યોને પણ હેરાન કરવા લાગ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp