રાષ્ટ્રધ્વજનું અપમાન : પુનમ મહાજન અને ઋત્વિજ પટેલ સામે ફરીયાદ

13 Aug, 2017
02:21 PM
PC: khabarchhe.com

ભાજપ યુવા મોરચનાં રાષ્ટ્રીય અધ્યક્ષા પુનમ મહાજન અને ગુજરાત ભાજપ યુવા મોરચાનાં પ્રમુખ ઋત્વિજ પટેલે કરેલા રાષ્ટ્રધ્વજનાં અપમાન બદલ નવસારીમાં ફરીયાદ કરવામાં આવી છે. નવસારી ખાતે PAASનાં કન્વીનર કનુભાઈ સુખડીયા દ્વારા ફરીયાદ નોંધાવાઈ છે.

નવસારીમાં જલાલપોર રોડ ખાતે રહેતા અને PAAS સાથે સંકળાયેલા કનુ સુખડીયાએ નોંધાવેલી ફરીયાદ પ્રમાણે રાષ્ટ્રધ્વજનું માન-સન્માન જળાવઈ રહે તે માટે ખાસ પ્રકારનાં કાયદા બનાવવામાં આવ્યા છે. પુનમ મહાજન અને ઋત્વિજ પટેલ સહિત ભાજપનાં ધારાસભ્યો-સાંસદોએ તિરંગા યાત્રાનાં પ્રારંભ ટાણે રાષ્ટ્રધ્વજને ઉંધો ફરકાવી 70મા આઝાદ દિનની ઉજવણી પહેલા મોટો ગુનો કરેલો છે. રાજકીય કીચડમાં તિરંગાને અલિપ્ત રાખવો જોઈએ છતાં જેમ ગરજવાનને અક્કલ ન હોય તેમ યુવા મોરચનાં મુખીયા જ સત્તાનાં મદમાં રાષ્ટ્રધ્વજની સાચી સ્થિતિ જાણતા હોવા છતાં તદ્દન ઉલ્ટી સ્થિતિ એટલે કે ધરતી તરફ કેસરી અને આકાશ તરફ લીલો કલર રાખી તિરંગા લહેરાવ્યો છે. આ ઘટનાં સમયે કાયદાનાં રક્ષકો પણ હાજર હતા, છતાં તેઓની હાજરીમાં ગુનાહિત કૃત્ય થયું છે.

તેમણે ફરીયાદમાં જણાવ્યું કે ભવિષ્યમાં કોઈ પણ રાજકારણીઓ તિરંગાનું અપમાન કરતા 100 વાર વિચારે અને સમાજમાં દેશનાં તિરંગાનું મૂલ્ય કેટલું છે તેનો દાખલો બેસાડવા માટે તમામની વિરુધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવે છે. પુનમ મહાજન, ઋત્વિજ પટેલ, ધારાસભ્યો અને સાંસદો સામે કન્વેશન સેન્ટરનાં વીડિયો ફૂટેજનાં આધારે તપાસ કરી પગલા ભરવાની જરૂર છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: