કોલેજમાં 'ઇમર્જિંગ ઇશ્યૂ ઇન ડેવલપમેન્ટ ફોર ફ્યુચર જનરેશન' વિષય પર કોન્ફરન્સ

PC: khabarchhe.com

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઇ કોમર્સ કોલેજ અમરોલીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચના સહયોગથી જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઇ કોમર્સ કોલેજ અને ધ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિયુટ ફોર ડેવલેપમેન્ડ સ્ટડીઝ ઓસ્ટ્રેલિયાના સંયુક્ત ઉપક્રમે 'ઇમરજીંગ ઇસ્યુ ઇન ડેવલેપમેન્ટ ફોર ફ્યુચર જનરેશન' વિષય પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન 12 અને 13 ફેબ્રુઆરીના રોજ કરાયું હતું.

આ કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા, પદ્મશ્રી યઝદી કરંજીયા, મેયર જગદીશ પટેલ, જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ ભરત શાહ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં મુખ્ય વક્તા તરીકે ધ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિયુટ ફોર ડેવલેપમેન્ડ સ્ટડીઝ ઓસ્ટ્રેલિયાના ડૉ.કાર્તિક રોય તેમજ બીજા તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિદેશથી તેમજ ભારતના વિવિધ રાજ્યોમાંથી 657 કરતા વધારે સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp