ઇશરત જહાં કેસમાં નિર્દોષ છૂટેલા IPS સિંઘલે નિવૃતિ પહેલા જ નોકરી કેમ છોડી દીધી

ગુજરાતના ચર્ચિત IPS ઓફિસરમાં સામેલ GS સિંઘલ ફરી એકવાર ચર્ચામાં છે. ગુજરાત પોલીસ સેવામાંથી બઢતી મેળવીને IPS બનેલા સિંઘલે નિવૃત્તિના 2 વર્ષ પહેલાં જ પોલીસની નોકરીને અલવિદા કરી દીધું છે. દેશભરમાં ચર્ચિત ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સિંઘલની ધરપકડ બાદ નિર્દોષ છુટ્યા હતા. તેમણે ત્રણ મહિના પહેલા સરકારમાં નિવૃત્તિ માટે અરજી કરી હતી જે સરકારે મંજૂર કર્યા બાદ હવે તેઓ આગામી દિવસોમાં સમાજ સેવામાં સક્રિય થઈ શકે તેવી ચર્ચા છે. સિંઘલ આત્મહત્યા રોકવા માટે NGO બનાવીને કામ કરવા માંગે છે.
ગુજરાતમાં IGP તરીકે કમાન્ડોને તાલીમ આપી રહેલા સિનિયર IPS GL સિંઘલે નિવૃત્તિના બે વર્ષ પહેલાં નોકરીને અલવિદા કહી દીધું છે. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં વરિષ્ઠ IPS અધિકારી જીએલ સિંઘલને જ્યારે આરોપી બનાવવામાં આવ્યા ત્યારે તે દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા. હવે તેણે સમય પહેલા નિવૃત્તિનો વિકલ્પ પસંદ કર્યો છે.
સિંઘલ 1996માં ગુજરાત કેડરના અધિકારી તરીકે પોલીસ સેવામાં જોડાયા હતા. તેમને 2001માં ભારતીય પોલીસ સેવા (IPS)માં સામેલ કરવામાં આવ્યા હતા. સરકારે તેમની નિવૃત્તિ માટેની વિનંતી સ્વીકારી લીધા બાદ હવે નિવૃત્તિનો માર્ગ મોકળો થઈ ગયો છે. સંભવતઃ 5 ઓગસ્ટ તેમનો નોકરીનો છેલ્લો દિવસ હશે.
IPS સિંઘલે 21 એપ્રિલે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DIG)ને નોટીસ મોકલીને સ્વેચ્છા નિવૃતિની મંજૂરી માંગી હતી અને રાજ્યપાલને FR-56 હેઠળ સ્વૈચ્છિત નિવૃતિની વિનંતી કરી હતી. તેમણે 22 વર્ષથી વધારે સમય પોલીસમાં સેવા કરી છે. 11 મેના રોજ, એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (એડમીનીસ્ટ્રેશન) એ ગૃહ સચિવને સિંઘલના અકાળે નિવૃત્ત થવાના ઇરાદા વિશે જાણ કરી હતી અને જણાવ્યું હતું કે તેમના સામે તેની સામે કોઈ વિભાગીય તપાસ કે ફોજદારી કેસ નથી.
ઇશરત જહાં કેસ પછી IPS સિંઘલની ઇમેજ એનકાઉન્ટર સ્પેશિયાલીસ્ટ તરીકે ઉભી થઇ હતી. જો કે, આ કેસમાં સૌથી પહેલા પોલીસ ઓફીસર તરીકે સિંઘલની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી તેમણે જેલ જવાની સાથે 14 મહિના સસ્પેન્ડ રહેવું પડ્યું હતું. વર્ષ 2015માં તેમને ફરીથી નોકરી પર લેવામાં આવ્યા હતા.
ઈશરત જહાં કેસમાં CBIએ IPS સિંઘલની આરોપી તરીકે ધરપકડ કરી હતી. આ પછી તેમને 2001માં IPS તરીકે બઢતી મળી હતી. આખરે એપ્રિલ 2021માં CBI કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારે કોર્ટે કહ્યું હતું કે પોલીસે તેમની ફરજ મુજબ જ કાર્યવાહી કરી હતી.
સરકારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે IPS સિંઘલ સમે કોઇ વિભાગીય તપાસ કે ફોજદારી કેસ નથી. મૂળ રીતે અમદાવાદથી સંબંધ ધરાવનાર જી એસ સિંઘલે એમ.કોમ સુધીનો અભ્યાસ કર્યો હતો.સરકારે તેમની સ્વેચ્છા નિવૃતિ અરજીનો સ્વીકાર કરી લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp