ડી. જી. વણઝારાને તુલસી પ્રજાપતિ કેસમાં ફીટ કરવાનો તખ્તો ઘડાઈ ગયો છે?

PC: timesnownews.com

તુલસી પ્રજાપતિને બનાવી એન્કાઉન્ટર કેસમાં ડી. જી. વણઝારાને ફીટ કરવાનો તખ્તો ઘડાઈ ગયો હોવાનું લાગી રહ્યુ છે. મુંબઈ કોર્ટમાં ચાલી રહેલી CBI કોર્ટ સામે જુબાની આપવા આવેલા કચ્છ પોલીસના બે પોલીસવાળા ડી. જી. વણઝારા વિરુદ્ધ જુબાની આપી હતી. તેમણે કોર્ટને કહ્યું કે તુલસની હત્યા કરનાર પોલીસ ઈન્સપેક્ટર આશિષ પંડ્યા રજા ઉપર હોવાને કારણે ડી. જી. વણઝારાએ જ તેમને આશિષ પંડ્યાના ગામ મોકલ્યા હતા.

2006મા બોર્ડર રેન્જના આર આર સેલમાં ફરજ બજાવતા પોલીસવાળા કાનજી જાડેજા અને મેઘજી મહેશ્વરીએ કોર્ટને કહ્યું હતું કે તા 25મી ડિસેમ્બર 2006ના રોજ ડી. જી. વણઝારાએ તેમને પોતાની ઓફિસમાં બોલાવી સૂચના આપી હતી કે પાલનપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર આશિષ પંડ્યા રજા ઉપર હોવાને કારણે તેમના ગામ મેઘપર જઈ તેમને બોલાવી લાવવામાં આવે, કારણ તેમનો ફોન ઉપર સંપર્ક થઈ રહ્યો નથી.

આથી કાનજી અને મેઘજી મેઘપર ગામ તે જ દિવસે ગયા હતા પરંતુ આશિષ પંડ્યા ઘરે ન્હોતા જેના કારણે તેમના પરિવારને તેઓ ડી. જી. વણઝારાનો સંપર્ક કરવાની સૂચના આપી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 25મી ડિસેમ્બરના રોજ તુલસી પ્રજાપતિને રાજસ્થાનની જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને 27મી રોજ છાપડી ગામે આશિષ પંડ્યાએ બનાવટી એન્કાઉન્ટરના નામે તેમની હત્યા કરી હતી.

અગાઉ આ કેસમાં ગુજરાત CID અને બાદમાં CBIને પોતાનું નિવેદન નોંધવનાર કાનજી જાડેજા અને મેઘજી મહેશ્વરીએ પોતાના નિવેદનને કોર્ટમાં વળગી રહ્યા હતા. આ બન્ને પોલીસવાળાની જુબાની ડી.જી. વણઝારાની મુશ્કેલી વધારી શકે છે. હાલમાં વણઝારાની ડિસ્ચાર્જ અરજી મુંબઈ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp