26th January selfie contest

10% અનામતને લઇને જાણો અમિત ચાવડાએ શું કહ્યું

PC: facebook.com/Amit-Chavda-304580763015704

કેન્દ્રીય સરકારે સર્વણ સમાજને આપેલી 10 ટકા અનામતનો અભ્યાસ કર્યા વગર ઉતાવળમાં રાજયની ભાજપ સરકારે અમલની જાહેરાત કરી છે. સરકારનો આ નિર્ણય ચૂંટણીલક્ષી હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અગાઉ રાજય સરકારે ઉતાવળમાં સર્વણ સમાજના ગરીબોને 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. જેની ઉપર કોર્ટે સ્ટે મુક્યો હતો. તેનું હાલ શું સ્ટેટસ છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું છે. આજે ફરી એકવાર રજાના દિવસે સર્વણ સમાજને 10 ટકા અનામતના અમલીકરણની જાહેરાત કરી છે. સરકારે પૂર્વ તૈયારીઓ સાથે આ જાહેરાત કરી હોય તે સરકારના આ નિર્ણયને અમે આવકારીએ છીએ.

તેમણે ભાજપ સરકાર ઉપર આકરા આક્ષેપ કરતા જમાવ્યું હતું કે, સરકારે કોઈ પણ જાતની પૂર્વ તૈયારી વગર જાહેરાત કરી હશે તો ભરતી પ્રક્રિયા અટકવવાની શકયતા છે. જેથી યુવાનોનો આત્મવિશ્વાસ ડગમગી જશે. જીએસટી અને નોટબંધી સહિતના નિર્ણયોનો અભ્યાસ કર્યા બાદ અમલ કરવામાં આવ્યો હતો. જેથી જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યની ભાજપ સરકારે કરેલી આ જાહેરાત લૂંટણીલક્ષી છે અને સર્વણ સમાજને માત્ર લોલીપોપ આપી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp