ખેડૂતો માટે ચિંતાના સમાચાર, રાજ્યમાં ફરી વરસાદની આગાહી

PC: windy.com

રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી અને ત્યારબાદ ગુજરાત આવેલુ મહા વાવાઝોડાનું સંકટ પર દૂર થયું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને જેનાથી આગામી 13 અને 14 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

એક રિપોર્ટ અનુસાર 13 નવેમ્બરના રોજ રાજ્યના રાજ્યના બનાસકાંઠા, પાટણ, વલસાડ અને કચ્છમાં વરસાદ હળવા વરસાદની શક્યતા અને 14 નવેમ્બરના રોજ જામનગર, પોરબંદર અને કચ્છમાં વારસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોને ફરી નુક્શાનની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

આ વર્ષે ચોમાસામાં પણ ગુજરાતમાં મેહુલીયો મન મૂકીને વરસ્યો અને ત્યાબાદ પાછોતરા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો. પાછોતરા વરસાદ પછી ક્યાર વાવાઝોડાની અસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વારસાદ પડ્યો હતો. ક્યાર વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જતા અરબી સમુદ્રમાં મહા વાવાઝોડું ઉત્પન થયું હતું અને મહા વાવાઝોડાના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. જેનાથી ખેડૂતોના ખેતરના ઉભા પાકને મોટું નુકશાન થયું હતું.

ખેડૂતોને થયેલા નુકશાનનું વહેલામાં વહેલી તકેવળતર ચૂકવવા માટે રાજ્ય સરકાર દ્વારા ચારેય વીમા કંપનીઓને વહેલામાં વહેલી તકે સર્વે કરીને રાજ્ય સરકારના સર્વેના આંકડાઓ સાથે તેમના સર્વેના આંકડાઓ સરખાવીને ખેડૂતોને વળતર ચૂકવવાના આદેશ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp