કેન્દ્ર સરકારના બજેટ અંગે જાણો શું કહ્યું જીતુ વાઘાણીએ

PC: deshgujarat.com

કેન્દ્રીય નાણાંમંત્રી પિયુષ ગોયલે જે બજેટ રજૂ કર્યુ તેને ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ આવકાર્યુ હતું. તેઓએ કહ્યું કે, આ બજેટ ગામ, શ્રમીક, કિસાન, દલિત, બક્ષીપંચ, વેપારી અને ખેડૂતો માટેનું બજેટ છે. જેમાં દરેક વર્ગના લોકોને સમાવવામાં આવ્યા છે. ભારતનું અર્થતંત્ર વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર સાબીત થયું છે, જેનો મને ગર્વ છે. મોંઘવારી અને GDP પર લગામ લાવવી એ સૌથી અઘરી વાત છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં GDP ગ્રોથ 7.2 ટકાની નીચે ગયો છે. જે દર્શાવે છે કે એનડીએ સરકાર જ કરી શકે. જીએસટીથી 1,03,000 કરોડની આવક થઇ છે. અલગ અલગ પ્રકારના ટેક્સની મુક્તીથી બજેટમાં ઘણી રાહત મળી છે.

આ બજેટમાં કરવેરાની મર્યાદા વધારવામાં આવી છે. આ  ઉપરાંત પગારદારો માટે પણ આવકાર્ય બજેટ મનાઇ રહ્યુ છે. ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા સીધા બેન્કના ખાતામાં જશે. આમ ઘણા મુદ્દાઓ છે કે જે મધ્યમ વર્ગના લોકોને આકર્ષીત કરવામાં આવી રહ્યા છે. જો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ બજેટને ક્રાંતિકારી બજેટ કહેવામાં આવી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp