કડી પોલીસે બુટલેગર સાથે મળી દારુ વેચ્યો, NDRFએ કેનાલમાંથી વીણીને કાઢી 55 બોટલ

PC: dainikbhaskar.com

ગુજરાતમાં દારુબંધી હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ પોલીસનાં હાથે અથવા તો સ્ટેટ વિજીલન્સની રેડ દરમિયાન લાખો રૂપિયાનો દારૂ પકડાય છે. કોરોનાનાં કારણે હાલ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે અને લોકડાઉનમાં પણ અલગ-અલગ વસ્તુની આડમાં દારૂની સપ્લાયનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે પરંતુ ખૂદ પોલીસ જ દારુની વેચાણ કરવા માંડે તો શું થાય? આવું જ કઈ કડીમાં સામે આવ્યું છે. લોકડાઉન વચ્ચે કડી પોલીસે બુટલેગરની સાથે મળીને દારૂના વેચાણનો ધંધો શરૂ કર્યો. જયારે આ બાબતે ગાંધીનગરમાં ખબર પડી ત્યારે DIGની સુચનાથી કડી પોલીસ સ્ટેશન પર ગાંધીનગર પોલીસે અચાનક રેડ કરી હતી.

ગાંધીનગર પોલીસની રેડ દરમિયાન દારુના મુદ્દામાલને સગેવગે કરવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બુટલેગરની સાથે મળીને દારુના મુદ્દામાલને પોલીસ સ્ટેશનથી પાંચ કિલોમીટર દૂર આવેલી નરસિહપુર કેનાલમાં ફેંકી દીધો હતો. આ સમગ્ર મામલે ગાંધીનગરના SP મયુરસિંહ ચાવડાને જાણવા મળતા તેઓ કેનાલ પાસે પહોંચ્યા હતા અને ગાંધીનગરમાં ફાયરબ્રિગેડના તરવૈયાઓને કેનાલમાં નાંખી દીધેલી દારુની બોટલો શોધવા માટે કામે લગાવ્યા હતા. તો બીજી તતરફ પોલીસ કેનાલની આસપાસ તપાસનો ધંધામાં શરૂ કરતા ઝાડીઓમથી અલગ-આલગ કંપનીની દારૂઓના બોક્સ મળી આવ્યા હતા. ગાંધીનગર પોલીસની ટીમ તપાસ કરતી હતી તે વચ્ચે જ કડી પોલીસ સ્ટેશનમાં PI દેસાઈ અને PSI પટેલ સંપર્ક વિહોણા થઇ ગયા હતા.

પોલીસ દ્વારા પહેલા ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી પરંતુ ફાયરના જવાનોને કેનાલમાંથી દારુની બોટલો શોધવામાં સફળતા ન મળતા પોલીસ દ્વારા NDRFની ટીમને બોલાવવામાં આવી હતી. NDRFની ટીમે નરસિહપુર કેનાલ પર પહોંચીને કેનાલમાંથી દારૂની બોટલો શોધવાની કામગીરી શરૂ કરી હતી. સાંજ સુધીમાં NDRની ટીમ દ્વારા નરસિહપુર કેનાલમાંથી દારુની 55 જેટલી બોટલો વીણીવીણીને કાઢવામાં આવી હતી.

આ સમગ્ર મામલે મહેસાણાના SP મનીષસિંઘે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ વાત મારા ધ્યાને આવતા મેં IGનું ધ્યાન દોર્યું હતું. તેમને મને તપાસ કરવા માટે કહ્યું હતું પરંતુ આ મામલે તટસ્થ તપાસ થાય તે માટે જ મેં થર્ડ પાર્ટીને તપાસ સોંપવાનું જણાવ્યું હતું. તપાસમાં જે પણ કસુરવાર ગણાશે તેની સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp