કનુભાઇએ જણાવ્યું તેમના માટે કેવી રીતે ઝીરો બજેટ ખેતી શક્ય બની છે

PC: Khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં વરણામા ખાતે CM કિસાન યોજના અન્વયે સાત પગલા ખેડૂત કાર્યક્રમ યોજાયો હતો. સરાર ગામના રહીશ એવા પટેલ કનુભાઇ રાસાયણિક ખાતરને બદલે જીવામૃત્ત ખેતી અપનાવી રહ્યા છે. તેમને આ યોજના અન્વયે જીવામૃત્ત કિટનો લાભ મળ્યો હતો. કનુભાઇએ કહ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતના કલ્યાણને ધ્યાને લઇ અનેક યોજનાઓ અમલી કરી છે. આગામી પેઢીના ઉજ્જવળ ભાવિ માટે આ જીવામૃત્ત ખેતી સારી અને નફાકારક નીવડે છે.

રાજ્ય સરકારે જીવામૃત્ત ખેતીને પ્રોત્સાહન આપવા ખેડૂતોને કિટ આપી લાભાન્વિત કર્યા છે. જીવામૃત્ત ખેડૂત પોતે બનાવી શકે છે અને તેના કારણે રાસાયણિક ખાતરનો ઉપયોગ નહિવત થતો હોવાને લીધે ખેતી ખર્ચ ઘટ્યો છે, આથી ઝીરો બજેટ ખેતી શક્ય બને છે. જીવામૃત્તના ઉપયોગને લીધે પાક ઉત્પાદન વધુ અને સારું મળે છે, તેથી ભાવ વધુ મળે છે. બીજા ખેડૂતો પણ લાભ લઇ શકે છે અને બીજા ખેડૂતો પણ આ ખેતી પદ્ધતિ અપનાવે તે સારું છે.

રાસાયણિક ખાતરથી થતાં નુકસાનથી બચી શકાય છે. રાજ્ય સરકારની યોજના ખેતી, ખેતર અને સર્વગ્રાહી કલ્યાણકારી નીવડે તેમ છે. વધુમાં જીવામૃત્તના ઉપયોગને પર્યાવરણને નુકસાન થતું નથી અને રોગમુક્ત જીવનના રાહ પર જવા તે ઉપયોગી નીવડે છે. કેન્સર, હ્યદય રોગ જેવા રોગો પણ થતાં અટકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp