26th January selfie contest

ચૂપ રહેજો નહીં તો તમારા કાકા જેવી હાલત થશેઃ ભાનુશાળીના પરિવારજનોને મળી ધમકી

PC: news18.com

અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જંયતી ભાનુશાળીની હત્યાને પગલે ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચી ગઈ છે ત્યારે તેમના પરિવારના લોકોને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. રેલ્વે એસઆઈટી અને નરોડા પોલીસ સ્ટેશનમાં ભાનુશાળીના ભત્રીજા સુનિલે લેખિતમાં અરજી કરીને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ કરતા સુનિલે જણાવ્યું કે મુંબઈમાં રહેતા તેમના પરિવારના લોકોને કોઈએ અજાણ્યા નંબંર પરથી ફોન કરીને ધમકી આપી હતી કે ચુપચાપ રહેજો નહીં તો તમારી હાલત પણ તમારા કાકા જેવી કરી નાંખીશું.

તેથી ધમકીને પગલે ભાનુશાલીના નિવાસ્થાને પોલીસે ચુસ્તબંદોબસ્ત કર્યો છે તેમજ અજાણ્યા શખ્સોને શોધવા માટે તપાસ શરૂ કરી દીધી છે. જો કે આ પહેલા પૂર્વ ધારાભ્ય જયંતી ભાનુશાળીની હત્યા પૂર્વે શંકા વ્યક્ત કરીને પોલીસને લેખિતમાં જણાવ્યું હતું.આમ છતા પોલીસ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા હતા નહીં. જેના લીધે ગુનેગારો તેમની સરળતાથી હત્યા કરીને ભાગી ગયા હતા. તેમજ રાજ્ય પોલીસની જુદી-જુદી એજન્સીઓ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે તેને લઈને કોઈ પણ પોલીસ અધિકારી માહિતી આપવા માટે તૈયાર નથી.

તેમજ એટીએસ, સી.આઈ.ડી ક્રાઈમ એન્ડ રેલવે તથા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેવી એજન્સીઓ દ્વારા ગુનાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે ભાનુશાળીની હત્યાને લઈને આરોપીમાં ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનું નામ સામે આવ્યું હોવાથી પોલીસ કાચું કપાઇ ના જાય તે હેતુથી ધીમી ગતિએ તપાસ કરી રહી છે.

જો કે ભાનુશાળીની હત્યા કેસમાં શંકાને પગલે આરોપી મનીષાની ધરપકડ કરવામાં આવી હોવાની ચર્ચાને પગલે તેના પતિ રાજુ ગોસ્વામીની તબિયત ખરાબ થઈ ગઈ હતી તેમજ છાતીમાં દુખાવો થતા સારવાર માટે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે બીજી બાજુ પતિએ ગૂમની ફરિયાદ કેમ ન નોંધાવી તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. આ વાતને છાવરા રાજુ ગોસ્વામીએ પોલીસને જણાવ્યું હતું કે, મનીષા થોડા દિવસ પહેલા કામ માટે કચ્છ ગઇ હતી અને ત્યાંથી કોઈ કોન્ટેક થયો હતો નહીં.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp