ખજૂરભાઇ તેલના ધંધામાં પડ્યા એમાં સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો
ગરીબ લોકોના ઘર બાંધી આપીને સમાજ સેવા માટે જાણીતા બનેલા ખજૂરભાઇ ઉર્ફે નીતિન જાની હમણાં સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ખજૂરભાઇએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ કર્યો છે અને કહ્યું કે, 17 વર્ષ પછી ફરી લાઇવ આવ્યો છું. ઘણા લોકોને મુંઝવણ હતી કે ખજૂરભાઇ કોઇ કંપનીના તેલનું પ્રમોશન કરે છે કે પોતાની કંપની છે? તો આ વીડિયોથી મેસેજ આપવા માંગુ છું કે મે ખજૂરભાઇ ઘાણી શુદ્ધ તેલના નામથી બિઝનેસ શરૂ કર્યો છે.
કેટલાંક લોકોનું કહેવું છે કે,ખજૂરભાઇએ એક તેલ કંપનીનું બ્રાન્ડીંગ કરતા કરતા મોટી રકમ માંગવાનું ચાલું કરેલું અને છેલ્લે તો 70 ટકાની ભાગીદારીની માંગ કરેલી. એ કંપની પાસેથી ડીલરશીપની બધી વિગતો જાણીને પછી પોતાનો ધંધો શરૂ કર્યો. આ સોશિયલ મીડિયામાં દાવો છે, અમે આ વાતની પૃષ્ટિ કરતા નથી. જો કે ઘણા બધા લોકો ખજૂરભાઇના સમર્થનમાં આવી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp