MLA લખપતિ થયા, જાણો વાર્ષિક પગાર કેટલો થયો

PC: facebook.com/gujaratinformation.official

ગુજરાતના ધારાસભ્યો લાખોપતિ થયા છે. એક ધારાસભ્યને વર્ષે 1395792 રૂપિયા પગાર મળશે. આ સાથે ગુજરાતના 182 ધારાસભ્યોના પગારના કારણે સરકાર પર વર્ષે 25.40 કરોડનો બોજો પડશે. પેટ્રોલ અને ડીઝલના ભાવથી જનતા પરેશાન છે ત્યારે ધારાસભ્યોના પગારમાં વધારો થયો છે. ગુજરાતના રાજ્યપાલે ધારાસભ્યોની દિવાળી સુધારી દીધી છે. સરકારે પસાર કરેલા વિધેયકને બહાલી આપી દેતાં પગાર વધી ગયો છે.

ધારાસભ્યોના પગાર વધારા અંગેના વિધેયકને રાજ્યપાલે બહાલી આપી દીધી છે, જે પ્રમાણે ધારાસભ્યોને 1 નવેમ્બરથી 70727 રૂપિયાની જગ્યાએ 1,16,316 રૂપિયા પગાર મળશે. એટલું જ નહી એરિયર્સ પેટે પ્રત્યેક ધારાસભ્યને 3.64 લાખ રૂપિયા પણ ચૂકવાશે. પગાર વધારાનો લાભ મુખ્યમંત્રી, મંત્રીઓ અને વિપક્ષના નેતાને પણ મળશે. જેમનો પગાર વધારીને 1,32,395 રૂપિયા કરવામાં આવ્યો છે.

ધારાસભ્યોના પગાર અને ભથ્થાની ગણતરી કરતાં પ્રત્યેક સભ્યને વર્ષે 1590000 રૂપિયા મળશે અને સરકારની તિજોરી ઉપર પગાર અને ભથ્થાં પેટે 28.93 કરોડ રૂપિયાનો બોજો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp