જાણો, આયુષ ગુજરાતમાં કેટલી નોકરીઓ અપાવશે

PC: indianexpress.com

આયુષ ઈન્ડસ્ટ્રી 2020 સુધી 2.6 કરોડ નોકરીઓ આપી શકે છે. આવતા ત્રણ વર્ષમાં આયુષ ઈન્ડસ્ટ્રી ડબલ ડિજિટ ગ્રોથ પ્રાપ્ત કરે તેવી આશા છે. 2020 સુધી તેમાં 10 લાખ લોકોને ડાયરેક્ટ અને અંદાજે 2.5 કરોડ લોકોને ઈનડાયરેક્ટ નોકરી મળશે.

રાજ્યના આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે આયુષ ઇન્ડસ્ટ્રીઝના કારણે ગુજરાતમાં નોકરીની નવી તકો ખૂલશે. 2020 સુધીમાં ગુજરાતમાં 25 લાખથી વધુ નોકરીનો તકો સર્જાશે. ફાર્મા સેક્ટરમાં ગુજરાતનો ગ્રોથ બીજા રાજ્યો કરતાં વધુ હોવાથી તેમજ આયુષના અન્ય સેક્ટરમાં પણ ઉભરતું માર્કેટ છે, તેથી નોકરીની તકો સર્જાઈ શકે તેમ છે.

2020 સુધી આયુષ સેક્ટર ત્રણ ગણુ વધશે તેવી સરકારને આશા છે. આયુષ અંતર્ગત મેડિસન અને હેલ્થકેરની ટ્રેડિશનલ સિસ્ટમ આવે છે. તેમાં આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યૂનાની, હોમિયોપેથીનો સમાવેશ થાય છે.

વેલનેસ આરોગ્ય 2017 કોન્ફરન્સને સંબોધન કરતા કોમર્સ મિનિસ્ટર સુરેશ પ્રભુએ કહ્યુ કે આયુષનું ઘરેલુ માર્કેટ અંદાજે 500 કરોડ રૂપિયાનું છે જ્યારે એક્સપોર્ટ અંદાજે 200 કરોડ રૂપિયા છે. યુવા ભારતીય સાહસિકો નવું સ્ટાર્ટઅપ શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા છે. આ હેલ્થકેર સેક્ટરમાં ઘણી વધારે શકયતાઓ છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે સરકારે આયુષમાં 100 ટકા વિદેશી ડાયરેક્ટ રોકાણની મંજૂરી આપી છે. ભારત આયુષ અને હર્બલ પ્રોડક્ટનું દુનિયામાં સૌથી મોટું બીજા નંબરનું એક્સપોર્ટર છે. ભારતમાં અંદાજે 6600 ઔષધીય છોડ જોવા મળે છે. હવે આપણી પાસે મેડિસિનની ભારતીય પદ્ધતિને મુખ્યધારામાં લાવવા અને ભારતીય હેલ્થકેર સિસ્ટમમાં આયુષ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઇન્ટીગ્રેટ કરવાની તક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp