ઉદ્યોગોનું હાર્ટ: જાણો ગુજરાતમાં પરપ્રાંતિય મજૂરો કેટલા છે

PC: indiatimes.com

ઉત્તર ભારતના રાજ્યોના મજૂરો પરના તાજેતરના હુમલાઓના પગલે સ્થળાંતરની સમસ્યા વધી રહી છે, નિષ્ણાતો જણાવે છે કે વિવિધ રાજ્યોમાંથી પાંચ લાખથી વધુની વસ્તી 'વાઇબ્રન્ટ ગુજરાત'માં ઔદ્યોગિક એકમોનો આધાર બનેલી છે. IIM-અમદાવાદના અર્થશાસ્ત્ર ક્ષેત્રના સહાયક અધ્યાપક ચિનમેય તુમ્બેએ જણાવ્યું હતું કે, ભારતના મોટા શહેરોમાંથી સ્થળાંતર કરનાર લોકોમાં 70% સુરત અને 50% અમદાવાદમાં સ્થળાંતર કરે છે. ગુજરાતનું ઔદ્યોગિક ઉત્પાદન પરપ્રાંતિય લોકોના હાથમાં છે.

ગુજરાતના અન્ય શહેરોમાં પરપ્રાંતના લોકોની સંખ્યા ઓછી છે. તુમ્બેના પુસ્તક 'ઇન્ડિયા મૂવિંગ: ધ હિસ્ટરી ઓફ માઇગ્રેશન' આ વર્ષના પ્રારંભમાં પ્રકાશિત થઈ હતી. 19મી સદીમાં નિઝામ શાસિત હૈદરાબાદમાં પરપ્રાંતનો વિવાદ શરૂ થયો હતો. મુંબઇમાં તો સદીઓથી લોકો સ્થળાંતર કરીને આવ્યા છે. પરપ્રાંતના લોકોને તેમના રાજ્યમાં રોજગારી મળતી નથી ત્યારે તે શહેરોમાં તબદિલ થાય છે. માઇગ્રેશનની વસતી જોઇએ તો મુંબઇ અને સુરતમાં ટકાવારી વધારે છે. અમદાવાદમાં પણ પરપ્રાંતિય આવે છે.

તુમ્બેએ કહ્યું હતું કે ઐતિહાસિક રીતે પંજાબ અને ગુજરાતમાં લાગણી છે. આ બંને રાજ્યો વિશ્વભરમાં મોટાપાયે સ્થળાંતર લોકોને આશરો આપવા માટે જાણીતા છે. ગુજરાત અને કેરળ એવા રાજ્યો છે કે જ્યાં સ્થળાંતરણ કરવા માટે કામદારો આતુર હોય છે. તુમ્બેએ કહ્યું હતું કે, દેશની શ્રેષ્ઠ શ્રમ પ્રતિભાને આકર્ષિત કરવા માટે ગુજરાતના ઉદ્યોગ જૂથોએ આકર્ષિત લાભ આપવા જોઇએ. ગુજરાત સરકાર અને ઉદ્યોગોએ સાથે મળીને શ્રમનીતિ ઘડવી જોઇએ કે જેમાં મૈત્રીપૂર્ણ વ્યવહાર હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp