26th January selfie contest

કોડીનારમાં અજાણી યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, સંબંધોમાં તિરાડ પડતા કરાઈ હત્યા

PC: youtube.com

દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદશના દિવસે કોડીનારના ઉના હાઈવે પાસે એક અજાણી યુવતીની લાશ મળી હતી જેની હત્યાનો ખુલાસો થઈ ગયો છે. પોલીસે જણાવ્યા મુજબ પ્રમાણે, 17 વર્ષની વિમાંશીનો મૃતદેહ ઉના હાઈવે પાસે મળી આવ્યો હતો અને તે 11માં ધોરણની વિદ્યાર્થીની હતી. તેના પછી પોલીસે તપાસ શરૂ કરી હતી તેના પછી પોલીસે કશ્યપ વિજય પુરોહિત અને ધરતી જયપ્રકાશ ઉપાધ્યાયની ધરપકડ કરી છે. જો કે, બહુ વિવાદાસ્પદ એવા વિમાંશી હત્યા કેસમાં ક્યા કારણે હત્યા કરવામાં આવી છે તેનો ગીસ સોમનાથ એસ.પી એ ખુલાસો કર્યો છે. તેમણા જણાવ્યા અનુસાર, ગીર સોમનાથ પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ કહ્યું હતું કે, આરોપી કશ્યપ અને મૃતક વિમાંશી વચ્ચે સંબંધો હતા. પરંતુ આ સંબંઘોમાં કોઈ કારણોસર તિરાડ પડવાને લીધે હત્યા કરવામાં આવી હતી. બીજી તરફ કોડીનારમાં વેપારીઓ અને સમાજના લોકોએ યુવતીની હત્યાના ન્યાય માટે મૌન રેલી યોજી હતી તેમજ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે અને આરોપીને કડક સજા આપવાની માંગ કરી હતી.

આ હત્યાને લઈને ઘણા બધા સવાલો ઉઠી રહ્યાં છે. કેમ કે, કોણે કોની સાથે સંબંઘો રાખવા હતા અને કોને રિલેશન ન હતા રાખવા તે કારણ હજુ પણ ઉકેલાયું નથી. તેમજ એવી પણ ચર્ચા થઈ રહી છે કે વિમાંશી કશ્યપ સાથે રિલેશન રાખવા માટે દબાણ કરી રહી હતી. જે રીતે હત્યા કરવામાં આવી છે તે જોતા આ કેસમાં નવો વળાંક આવે તેવી શક્યતા છે. કારણ કે, છરીના 30 થી 40 જેટલા ઘા કરીને વિમાંશીની કરપીણ હત્યા કરવામાં આવી હતી.

એવી પણ શંકા છે કે, આરોપી કશ્યપના પિતા વિજય પુરોહિત પણ શંકા હેઠળ છે. કશ્યપ અને ધરતીએ વિમાંશીને મોતને ઘાટ ઉતારી અને જે છરીથી હત્યા કરવામાં આવી હતી કશ્યપ તે છરી ત્યાં જ ભૂલી ગયો હતો. જેથી રાતે 3 વાગે આરોપી કશ્યપના પિતા વિજય પુરોહિત બાયપાસ પર ઘટના સ્થળે છરી લેવા ગયા અને તે છરીને જંગલમાં ફેંકી દીધી. જો કે, એવો પણ સવાલ ઉભો થાય છે કે, વિમાંશી કેવી રીતે બાયપાસ હાઈવે પર પહોંચી. પોલીસના જણાવ્યા મુબજ વિમાંશીને કોલ કરી કશ્યપે મળવા માટે બોલાવી હતી અને તેના પછી વાતચીત દરમિયાન ઝગડો થતા કશ્યપે તેની હત્યા કરી દીધી.

ગીર સોમનાથના એસપી રાહુલ ત્રિપાઠીએ વિમાંશી હત્યા કેસ સંદર્ભે એવો દાવો કર્યો છે કે, આરોપી કશ્યપ અને ઘરતી બંને લગ્ન કરવાના હતા જેના કારણે આ હત્યાને ધરતી અને કશ્યપે સાથે મળીને પ્લાન બનાવ્યો હતો. કેમ કે, ધરતી અને કશ્યપના સંબંધોની વચ્ચે વિમાંશી વચ્ચે આવી રહી હતી તેથી તેને હટાવા માટે તેની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp