ધ્રાંગધ્રા-હળવદના કોળી સમાજે ભાજપ સામે બોલાવ્યું સંમેલન, જાણો કેમ?

PC: khabarchhe.com

સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું મહાસંમેલન મળી રહ્યું છે. તા. 15મી ઓક્ટોબરના રોજ ધ્રાંગધ્રાના ચુલી ગામે 20 હજાર કરતા વધુ કોળી સમાજના લોકો એકત્રીત થઈ રહ્યા છે. તેમની નારાજગી તેમના મતોની સંખ્યા વધુ હોવા છતાં ભાજપમાં તેમને યોગ્ય પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળતું નથી, તેના પર છે. ભાજપના અગ્રણી છત્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે હળવદ અને ધ્રાંગધ્રામાં કોળી મતદારોની સંખ્યા 80% હોવા છતાં ભાજપની નેતાગીરી દ્વારા કોળી સમાજની સતત અવગણના થઈ રહી છે. 

જો કોળી સમાજની વાત ભાજપની નેતાગીરી સાંભળતી ના હોય તો કોળી સમાજે સંગઠીત થઈ પોતાની વાત કહેવી પડશે તેના સંદર્ભમાં આ સંમેલન બોલાવવામાં આવ્યું છે. આ સંમેલનમાં હળવદ અને ધ્રાંગધ્રાના 20 હજાર લોકો એકત્રીત થશે અને તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી વખતે કોની સાથે જવું તેનો નિર્ણય કરશે. જોવાનું એ રહ્યું કે શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી આ સમયસંજોગોમાં ઉભા થઈ રહેલા વિરોધના સમીકરણોમાં રાજકીય કુનેહ દાખવી 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ આગળ વધશે, તો જ સ્થિતિને વણસતી અટકાવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp