શેફ શશિકાંત રાઠોડ દક્ષિણ ગુજરાતના સર્વશ્રેષ્ઠ શેફ એવોર્ડથી સન્માનિત
સુરત. ખાદ્ય ખોરાક 2024 રસોઈ પુરસ્કારોમાં લે મેરિડીયન હોટેલના ચીફ શેફ શશિકાંત રાઠોડને "દક્ષિણ ગુજરાતના સર્વશ્રેષ્ઠ શેફ" તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. પુરસ્કાર સમારોહનું આયોજન ગાંધીનગર ખાતે હેલિકોપ્ટર ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. અહીં રાજ્ય સરકારના ખાદ્ય અને ખોરાક વિભાગ દ્વારા 19 થી 22 ડિસેમ્બર સુધી ખાદ્ય ખોરાક 2024 એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, શેફ શશિકાંત રાઠોડ દેશભરમાં જાણીતી તાજ, રેડિસન, ટીજીબી વગેરે બ્રાન્ડ્સ સાથે હોસ્પિટાલિટી ક્ષેત્રમાં 25 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ઇટાલિયન, થાઈ, જાપાનીઝ જેવા વિવિધ મેનુઓ સાથે ભારતીય ફ્લેવર અને ટેસ્ટનું મિશ્રણ કરીને ફ્યુઝન ફૂડ રજૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
શેફ શશિકાંત રાઠોડે “સ્માર્ટ ગુજરાત શેફ કમ્યુનિટી”ની સ્થાપના કરી છે. તેના પ્રમુખ તરીકે, તેઓ રસોઇયાના વ્યવસાય, તેમની જરૂરિયાતો, ચિંતાઓ, પડકારો, તકો વિશે જાગૃતિ ફેલાવવાનું મિશન ચલાવી રહ્યા છે. આ સાથે જ આવનારી પેઢીને, સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરવાના અને સમુદાયની સેવા કરવાના આ ઉમદા વ્યવસાયને અપનાવવા માટે પણ તાલીમ આપી રહ્યા છે.
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જેવા મહાનુભાવો માટે તેમની દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન શેફ શશિકાંત રાઠોડને ભોજન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
શેફ શશિકાંત રાઠોડ પોતાની આગવી સૂઝબૂઝ સાથે ખાદ્ય ઉદ્યોગમાં નવા વિકસતા વલણોમાં સક્રિયપણે જોડાઈ રહ્યા છે. તેમણે વિવિધ ધાન્ય, મિલેટ્સમાંથી "રાગી કા શીરા", "સાત ધાન રોટી" અને "મિલેટ પિઝા" જેવા ખાસ હેલ્થી મેનુ તૈયાર કર્યા છે. ચોક્કસ કેલરીયુક્ત ખોરાકનું મૂલ્યાંકન કરવામાં તેમની કુશળતાને કારણે, તેમને "ચેન્નઈ સુપર કિંગ" ક્રિકેટ ટીમ દ્વારા 2022 દરમિયાન સુરતમાં તેમની પ્રેક્ટિસ મેચ દરમિયાન સ્પેશિયલ મેનુ પ્લાન ડિઝાઇન કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.
હાલમાં જ તેમણે સુરત ખાતે આયોજિત લીજેન્ડ લીગ ક્રિકેટ મેચોમાં કેટરિંગ, ભોજન વ્યવસ્થા કરી હતી. શેફ રાહોડે શહેરમાં પ્રીમિયમ-લક્ઝરીયસ લગ્ન સમારંભો, નીતિ આયોગના રાષ્ટ્રીય પરિષદો, મેડિકલ કોન્ફરન્સ વગેરે માટે સફળતાપૂર્વક મેનુ ડિઝાઇન કર્યું છે.
શેફ શશિકાંત રાઠોડ વર્લ્ડ એસોસિએશન ઓફ શેફ સોસાયટીઝ, વેસ્ટર્ન ઇન્ડિયા કુલિનરી એસોસિએશન (WICA) ના સક્રિય સભ્ય છે અને નિયમિતપણે તેમનું વ્યાવસાયિક જ્ઞાન પ્રદાન કરીને શેફ સમુદાયને પોતાનું યોગદાન આપે છે. તેઓ સંસ્થાની સાચી સંપત્તિ છે અને મેનેજમેન્ટને તેમની તાજેતરની સિદ્ધિઓ પર ખુબજ ગર્વ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp