આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે સુરતમાં ધો.11ના 24 વર્ગોનો શુભારંભ

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, સુરત શહેરના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષણની સુવિધા માટે વરાછા, કતારગામ, લિંબાયત તેમજ ઉધના ઝોન વિસ્તારમાં આવેલી સુમન શાળાઓમાં ધો.11ના આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના 24 વર્ગોનો શુભારંભ મેયર હેમાલીબેન બોઘાવાલાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ સાથે ગુજરાતી, મરાઠી અને હિન્દી એમ ત્રણ ભાષાઓમાં ઉચ્ચત્તર શિક્ષણ આપતી સુરત મનપા દેશની પ્રથમ મહાનગરપાલિકા બની છે.

આ કાર્યક્રમમાં મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, દેશભરમાં એકમાત્ર સુરત મહાનગરપાલિકા તેના સંચાલન હેઠળની શાળાઓમાં વિવિધ 07 જેટલી ભાષાઓમાં શિક્ષણ પૂરું પાડે છે. દેશના વિવિધ રાજ્યોમાંથી રોજગારી માટે લાખો લોકો સુરત આવીને વસ્યા હોવાથી તેમના બાળકોને માતૃભાષામાં જ શિક્ષણ મળી રહે એ માટે વિશેષ પહેલ કરીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ સિદ્ધિમાં વધુ એક યશકલગીરૂપે હવે સુમન શાળાઓમાં ધો.11ના આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના 24 વર્ગોનો શુભારંભ થઈ રહ્યો છે. જેમાં પ્રવેશ પામેલા 1562 વિદ્યાર્થીઓએ શિક્ષણપ્રાપ્તિની શરૂઆત કરી છે, જે સરાહનીય છે. તેમણે વર્ચ્યુઅલી જોડાયેલા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવી સામાજિક અને શૈક્ષણિક રીતે પ્રગતિના શિખરો સર કરી દેશના સર્વાંગી વિકાસમાં સહભાગી બને તેવી અપેક્ષા આ કાર્યક્રમમાં વ્યક્ત કરી હતી.

મેયર હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે, ધો.11ના 24 વર્ગોમાં ગુજરાતીના 10, હિન્દીના 03 અને મરાઠીના 11 વર્ગોનો સમાવેશ થાય છે. સુરતના સેવાભાવી ઉદ્યોગકારો અને સામાજિક અગ્રણીઓના સહયોગથી આ નવું સોપાન શરૂ કરાયું છે. સાથે સુરતના સી.એ.ની સંસ્થા ICAI પણ શિક્ષણ આપવામાં સહયોગી થશે. મુગલીસરા સ્થિત સુરત મહાનગરપાલિકાના સ્મેક સેન્ટર ખાતે આ વર્ગોના વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમમાં ડે.મેયર દિનેશ જોધાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, , દંડક વિનોદ પટેલ અને પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સાંસદ સી. આર. પાટીલ, વિવિધ સ્કૂલો પરથી ધારાસભ્યો, કોરપોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો, અધિકારીઓ, સુમન શાળાના શિક્ષકો વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ વર્ચ્યુઅલ હાજરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp