આત્મસાધના કરવા માટે નિર્મળ હૈયાનું મહત્ત્વ છે: વિજય કીર્તિયશસૂરીશ્વરજી

PC: Khabarchhe.com

કલ્યાણ મંદિર વેસુ ખાતે ધર્મોપ્રદેશના આપી રહેલા આચાર્ય શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે કહ્યું કે, વૈરાગ્ય સૂત્રમાં લખ્યું છે કે ઘર સળગવા માંડ્યું હોય ત્યાં ઉભું કેમ રહેવાય? સંસારમાં કોઈ મકાનમાં આગ લાગે તો તેનાથી બચવા માટેના પ્રયાસો ત્વરિત ગતિએ કરો કે એક જ જગ્યાએ ઊભા રહો તેવો વેધક સવાલ કરીને આચાર્ય મહારાજે કહ્યું, માન માયા લોભ ઈન્દ્રિયોની આ શક્તિ ચાર સંજ્ઞાના આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, અને ત્રણ ગારવ રસગારવ, ઋૂધ્ધિગારવ, સાતાગારવ, આત્માને સળગાવવાનું કામ અવિરત પણે કર્યા જ કરે છે જેમાંથી વહેલામાં વહેલું છૂટવા માટે આત્મ સાધના તરફ આગળ વધવું જોઈએ. 

મોક્ષ મેળવવાની તીવ્ર ઈચ્છા પ્રગટે ત્યાર પછી પણ મનને મારવું પડે, લાગણી ઇન્દ્રિયોની આ શક્તિ ત્યાગવા પડે સગા સંબંધીઓને છોડવા પડે આટલું મક્કમતાપૂર્વક કર્યા પછી તમે મોક્ષ મુક્તિના માર્ગે આગળ વધી શકો તેમ તેઓએ કહ્યું હતું. દર્પણનું કામ છે તમે જેવા છો તેવા જ દેખાડવાનું. દર્પણ કોઈની શેહ સરમ રાખે નહીં, પણ મૂળ વાત એ છે કે દર્પણ સામે આંખ ખુલ્લી રાખીને ઉભવું ઊભા રહેવું જોઈએ. આંખ બંધ રાખીને દર્પણ સામે ગમે તેટલી વાર ઊભા રહેશો તમે તમને જોઈ શકશો નહીં. બસ સાધનાની બાબતમાં પણ આવું જ છે આત્મ સાધનાના માર્ગમાં તમે ક્યાં પહોંચ્યા? એ જાણવા માટે ખુલ્લી આંખે ધર્મશાસ્ત્રના દર્પણ સામે ઊભા રહો. જો તમારો ચહેરો દર્પણ બતાવે ને તમને માફક ના આવે તો દર્પણ તોડી ન નંખાય.

ઘણી વખત લોકો એવું વિચારતા હોય છે કે થોડી શ્રીમંતાઈ વધે તો સારી રીતે ધર્મ કરી શકાય તો કેટલાક લોકો એવું વિચારે છે કે શરીર બરોબર સાથ આપે પછી સારી રીતે ધર્મ કહી શકાય આ બંને વ્યક્તિ શ્રીમંતાઈ મેળવવામાં અને શરીર સારું કરવામાં જ જિંદગી વિતાવી દે છે, પછી આત્મ સાધનાના થાય કઈ રીતે? આત્મસાધના કરવા માટે શ્રીમંતાઈ કે શરીરનું નહીં પણ નિર્મળ હૈયાનું મહત્ત્વ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp