આ દિપડાને ગાયે બાળકની જેમ ઉછેર્યું, રોજ રાતે આવતો ગાયને મળવા

PC: twimg.com

આજની તારીખમાં સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય તેના વિશે કહેવું તો દૂર, પણ અંદાજો લગાવવો પણ મુશ્કેલ બની જાય છે. હાલમાં એક ગાય અને દિપડાની ફોટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરને IFS ઓફિસર સુશાંતા નંદાએ થોડા સમય પહેલા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કરી હતી.

ગાય અને દિપડાની આ તસવીર શેર કરતા સુશાંતાએ લખ્યું કે, શિકાર અને શિકારી એક સાથે. ઘણી રાતોથી આ દિપડો ગાય પાસે આવતો હતો, કારણ કે આ ગાયે દિપડાને માતાને જેમ ઉછેર્યો હતો. આ તસવીરની ક્રેડિટ તેમણે રોહિત વ્યાસને આપી છે. સુશાંતાની પોસ્ટ અનુસાર, આ તવસીર વડોદરાના અંતોલી ગામની છે.

શું છે ગાય અને દિપડાની તસવીરની કહાની

ગાય અને દિપડાને સાથે જ જોઈ સૌ કોઈ હેરાન છે અને તેની પાછળની સ્ટોરી જાણવા માગે છે. ઓનફોરેસ્ટની રિપોર્ટ અનુસાર, ગાય અને દિપડાના આ રીતના મળવાની આ વાયરલ તસવીર 2002ની છે. અંતોલી ગામમાં જ્યારે બધાં સૂઈ જતા, તે સમયે એકક દિપડો ગાયને મળવા માટે રોજ રાતે આવતો હતો. દિપડો ગાયની પાસે આવીને બેસી જતો હતો. ત્યાર બાદ ગાય તેનું ગળુ અને કાન ચાટી વ્હાલ કરતી હતી. જાનવરોમાં આ રીતે મા તેના બાળકને પ્રેમ કરે છે.

અન્ય જાનવરો પણ બાંધેલા રહેતા પણ નુકસાન નહોતો પહોંચાડતો

જે સમયે દિપડો ગાયની પાસે આવીને બેસી જતો હતો, તે સમયે થોડા જ અંતરે બકરીઓ અન્ય જાનવરો પણ બાંધેલા રહેતા હતા. પણ દિપડો તેમને નુકસાન પહોંચાડતો નહોતો. તે ગાયના ગળે વળગતો, થોડા સમય માટે બેસતો અને પછી આરામથી જંગલ તરફ નીકળી પડતો.

પ્રાણીઓના વ્યવહારોમાં પણ ફેરફાર જોવા મળે

દિપડા અને ગાયની આ સ્ટોરી અંગે વન અધિકારી એચએસ સિંહનું કહેવું છે કે, ઘણીવાર પ્રાણીઓના વ્યવહારોમાં પણ ફેરફાર જોવા મળે છે. પહેલીવાર દિપડો ગામમાં ઘૂસ્યો હશે અને ગાયે તેને જોયો હશે તો ગાયે તેને માનો પ્રેમ આપ્યો હશે. જેને કારણે દિપડો ઘણીવાર તેને મળવા માટે આવવા લાગ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp