ઉના-દીવ રોડ ચક્કાજામ: જાણો કેટલા કિલોમીટર લાગી વાહનોની લાંબી કતાર

PC: gujarati.news18.com

અત્યારે દિવાળીના તહેવારોનું વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે લોકો ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. સૌથી વધારે ગુજરાતી લોકો વધારે ફરવા જાય છે. તેઓ આજુબાજુના નજીકના સ્થળોએ ફરવા જવાનું વધારે પસંદ કરે છે. ત્યારે ગુજરાતની નજીક આવેલા સંઘપ્રદેશ દીવ ફરવા જવા માટે લોકોની ભીડ ઉમટી પડે છે.

ખાસ કરીને દિવાળીના વેકેશનમાં દીવમાં ગુજરાતીઓની ભીડ વધારે જોવા મળે છે. ત્યારે આવી નાની જગ્યાએ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા વધારે થાય છે. કેમ કે, ગુજરાતથી દીવ નજીક હોવાથી દિવાળીમાં લોકો અહીં વધારે ફરવા આવે છે તેથી અહીં ટ્રાફિકની સમસ્યા બહુ રહે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, દીવથી ગુજરાત આવતા લોકોની ગાડીઓની પોલીસ દ્વારા કડક તપાસ કરવામાં આવી રહી છે. ઉનાની તડ અને માંડવી ચેક પોસ્ટ પર પણ પોલીસે ચેકિંગ શરૂ કર્યુ છે.

ઉના-દીવ રોડ પર ગાડીઓની લાંબી લાઈન લાગી છે જે જોઈને તમારા પણ હોંશ ઉડી જશે. ત્યારે આજે ઉના-દીવ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમાં કાર અને અન્ય વાહનોની લગભગ ચારથી પાંચ કિલો મિટર જેટલો ટ્રાફિક સર્જાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp