દારૂ થયો મોંઘો, કિંમતમાં વધારો જાણીને ચોંકી જશો

PC: publicbroadcasting.net

GST બાદ ગુજરાત સરકારે એપ્રિલ મહિનાથી પરમીટના લિકર શોપ પર વિદેશી દારૂના ભાવમાં 300 ટકાનો વધારો કર્યો હતો. જેના બાદ હવે ગુજરાતના ડિફેન્સની કેન્ટીનમાં વિદેશી દારૂની કિંમત પણ વધી ગઈ છે. આર્મીમેન માટે વિદેશી દારૂની કિંમતમાં 259 ટકા સુધીનો ભાવ વધારો થતાં જવાન અને અધિકારીઓ પર ભાવ વધારાની અસર જોવા મળી છે.

ગુજરાત સરકારના નાણાં મંત્રાલય દ્વારા દારૂબંધીના કડકપણે અમલ કરવાના હેતુથી ગુજરાત ભરના પરમીટ ધારક લિકર શોપ પર 300 ટકા જેટલો વધારો કરી દેવામાં આવ્યો હતો તેથી પહેલી એપ્રિલથી પરમીટના દારૂ ઉપર લિકર શોપ પર મળતો વિદેશી દારૂ મોંઘો બન્યો હતો. તેની સાથે ગુજરાતમાં ડિફેન્સની કેન્ટીનમાં પણ વિદેશી દારૂ પર 259 ટકા વધારો જીકાયો હતો. જેના લીધે આર્મીમેન અને અધિકારીઓ ભાવ વધારાના લીધે વિદેશી દારૂ લેતા અચકાય રહ્યા છે.

આર્મીની કેન્ટીનમાં મળતા વિદેશી દારૂ વિસ્કી અને રમના ભાવ બમણા થઈ ગયા છે. જ્યારે સ્કોચ વહીસ્કીમાં નજીવો વધારો થયો છે. આર્મીમાં અધિકારીઓને મહિને 12 જેટલી સ્કોચ બોટલ મળે છે. ત્યારે આર્મીના જવાનોને મહિને 5 યુનિટ વિદેશી દારૂ મળે છે. જ્યારે નિવૃત આર્મીમેનને 4 યુનિટ મળે છે. જેની અંદર મહિને 1 યુનિટ સ્કોચ 2 વહીસ્કીની બોટલ 1 યુનિટ રમ અથવા વોડકા કેન્ટીનમાંથી લઈ શકે છે. વિદેશી શરાબમાં ભાવવધારો થવાના કારણે આર્મી જવાનોનું બજેટપણ ખોરવાઈ જવા પામ્યું છે.

ગુજરાત સરકારે પરમીટ દારૂની એક્સાઇઝ ડ્યુટી કરેલા ભાવ વધારાની અસર હવે આર્મીની કેન્ટીનમાં દેખાઈ રહી છે. અત્યાર સુધી દેશમાં ડિફેન્સ કેન્ટીનમાં સૌથી સસ્તો વિદેશી દારૂ મળતો હતો. ગુજરાતમાં પણ ડિફેન્સ કેન્ટીનમાં વિદેશી દારૂ મોંઘો થતા દેશ ભરની ડિફેન્સ કેન્ટીનમાં ગુજરાત 5માં ક્રમે આવ્યું છે. ગુજરાતમાં આર્મીમેનોને વિદેશી દારૂનો ઘૂંટ ભરવો મોંઘો પડી રહ્યો છે.


દારૂના જૂના અને નવા ભાવમાં તફાવત (ભાવ રૂપિયામાં)

વ્હીસ્કી

વ્હાઇટ હોલ 166.19 નવો ભાવ 384.19

મેકન્ટોસ 195.38 નવો ભાવ 413.18

પીટર સ્કોટ 311.92 નવો ભાવ 529.71

વ્હાઇટ એન્ડ બ્લુ 205.03 નવો ભાવ 422.83

પ્રેસટીઝ 144.45 નવો ભાવ 362.25

રોયલ ચેલેન્જ 196.90 નવો ભાવ 413.97

માસ્ટર્સ ઇમ્પોરિયર 363.99 નવો ભાવ 581.79

ગોલ્ફર શોટ 316.15 નવો ભાવ 533.95

રેડ નાઈટ 182.51 નવો ભાવ 400.71

બ્લુ જિન 144.95 નવો ભાવ 362.76

વોડકા

એબસોલ્યુટ 855.54 નવો ભાવ 1066.15

રમ

ઓલ્ડ સ્મગલર 104.69 નવો ભાવ 251.22

વ્હાઇટ રમ 94 નવો ભાવ 243.14

બ્લેક બુલ 96.24 નવો ભાવ 244.69

કોન્ટેસા રમ 108.56 નવો ભાવ 257.19

ઓલ્ડ પોર્ટ 102.42 નવો ભાવ 243.24

ગ્લેનેડ રિઝર્વ 242.70 નવો ભાવ 390.19

બિયર

બિયર 29.89 નવો ભાવ 38.00

હન્ટર બિયર 45.85 નવો ભાવ 69.01

સ્કોચ

ટીચર હાઇલેન્ડ 554.24 નવો ભાવ 772.04

ઓલ્ડ સમગલર 589.61 નવો ભાવ 805.40

બ્લેક લેબલ 901 નવો ભાવ 1131.72

100 પાઈપર 539.79 નવો ભાવ 767.69

ચિવાસ રિગલ 1849.69 નવો ભાવ 2069.92

વેટ-69 560.10 નવો ભાવ 779.90

બ્રાન્ડી

બોજોસ બ્લેન્ડર 138.73 નવો ભાવ 356.53

મોરફીક્સો 276.89 નવો ભાવ 493.53

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp