ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના કેટલા ઉમેદવારો કરોડપતિ છે

PC: banglahunt.com

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસોની વાર છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એકબીજા સામે રાજકીય યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા છે. પરંતુ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓની સંપતિને લઈને અનેક પ્રકારના તથ્યો પણ સામે આવતા હોય છે. ગુજરાતમાંથી વિવિધ પક્ષોમાંથી ઉમેદવારી કરનારા કેટલાક ઉમેદવારોની સંપતિ કરોડોમાં છે અને કેટલાક ઉમેદવારોની સંપતિ લાખો રૂપિયામાં છે.

ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના સૌથી ધનવાન ઉમેદવારોની માહિતી નીચે પ્રમાણે છે.

કરોડપતિ ઉમેદવારમાં પહેલા ક્રમ પર આવે છે મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર એ. જે. પટેલ, તેમની કુલ સંપતિ છે 88.38 કરોડ. બીજા નંબરે નવસારીના ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલ આવે છે, તેમની કુલ સંપતિ 45.33 કરોડ રૂપિયા છે. ત્રીજા ક્રમાંકે ભાજપના જામનગરના ઉમેદવાર પૂનમ માડમ આવે છે, તેમની કુલ સંપતિ 39.27 કરોડ રૂપિયા છે. ચોથા ક્રમે મહેસાણાના ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ આવે છે, તેમની પાસે 39 કરોડ રૂપિયાની સંપતિ છે. ભાજપના ચાણક્ય અને રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ પાંચમાં ક્રમે આવે છે. તેઓની પાસે 30.49 કરોડ રૂપિયાની સંપતિ છે.

ભાજપ અને કોંગ્રેસના સૌથી ઓછી સંપતિ ધરાવતા ઉમેદવારોની માહિતી નીચે પ્રમાણે છે.

ભાજપના છોટાઉદેપુરના ઉમેદવાર ગીતા રાઠવા પાસે 6 લાખની સંપતિ છે. કોંગ્રેસના પાટણના ઉમેદવાર જગદીશ ઠાકોર પાસે 7.62 લાખની સંપતિ છે. ભાજપના કચ્છના ઉમેદવાર નરેશ મહેશ્વરી પાસે 14.47 લાખની સંપતિ છે. કોંગ્રેસના પંચમહાલના ઉમેદવાર વી. કે. ખાટ પાસે 17.30 લાખની સંપતિ છે. ભરૂચના કોંગ્રસના ઉમેદવાર શેરખાન પઠાણ પાસે 33.42 લાખની સંપતિ છે.

ભાજપ અને કોંગ્રસના ઉમેદવારો પર થયેલા કેસોની વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસના 52 ઉમેદવારમાંથી 43 ઉમેદવાર પર કોઈ પણ ક્રિમીનલ કેસ નથી. જ્યારે ભાજપના 3 અને કોંગ્રેસના 6 ઉમેદવારો પર ક્રિમીનલ કેસ દાખલ થયા છે.

કેસ થયેલા ઉમેદવારોના નામની યાદી નીચે પ્રમાણે છે.

અમદાવાદ પૂર્વની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલ પર 6 કેસ થયા છે. ભરૂચના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ પર 3 કેસ થયા છે. પંચમહાલના કોંગ્રેસના ઉમેદવાર વી. કે. ખાટ પર બે કેસ થાય છે. ભાજપના ઉમેદવાર અમિત શાહ પર 4 કેસ, ભાજપના આણંદના ઉમેદવાર મિતેશ પટેલ પર 1 કેસ અને ભાજપના નવસારીના ઉમેદવાર સી. આર. પાટીલ પર 1 કેસ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp