લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસ નારાજ અલ્પેશ ઠાકોરને આ બેઠક ઉપરથી ચૂંટણીમાં ઉતારશે

PC: hindustantimes.com

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોવાથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને મનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. તેમજ લોકસભાની પાટણ બેઠક ઉપર ઓબીસી અને દલિત મતદારોનું પ્રભુત્વ હોવાથી કોંગ્રેસ આ બેઠક પરથી ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને ચૂંટણી મેદાનમાં ઉતારીને તેમની નારાજગી દૂર કરવાના પ્રયાસો કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

ભાજપએ રાજ્યમાં તમામ 26 બેઠકો ઉપર જીતનો લક્ષ્યાંક રાખ્યો છે, જો કે પાટણ બેઠક ઉપર તેમની પાસે કોઈ મોટો નેતા નથી. સાંસદ લીલાધર વાઘેલાએ પણ આ બેઠક ઉપરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હોવાથી ભાજપની મુશ્કેલી વધી છે. આ બેઠક ઉપર ઠાકોર મતદારો વધારે હોવાથી ભાજપએ ઠાકોર સમાજના આગેવાન જુગલજી ઠાકોરને લઈ પ્રચારની કામગીરી શરૂ કરી છે. હાલ તેઓ ડોર-ટુ-ડોર પ્રચાર અને ખાટલા પરિષદ કરી રહ્યાં છે.

ભાજપના નેતા જુગલજી ઠાકારે જણાવ્યું હતું કે, આ બેઠક પરથી  ભાજપનો વિજય થશે. પાર્ટી જે પણ નેતાની પસંદગી કરશે તેના માટે તમામ કાર્યકરો એક થઈને પ્રચાર કરશે. ભાજપ આ બેઠક ઉપરથી પૂર્વ પ્રધાન શંકર ચૌધરીને મેદાનમાં ઉતારે તેવી શકયતાઓ વ્યક્ત થઈ શકે છે.  

પાટણ લોકસભા બેઠક કયા સમાજના કેટલા મતદારો છે તે જાણીએ.

સમાજ      મતદારો
ઠાકોર         4.48 લાખ
દલિત       1.72 લાખ
મુસ્લિમ        1.86 લાખ
પટેલ       1.18 લાખ
ચૌધરી       1.18 લાખ
દેસાઈ       98 હજાર

પાટણ જિલ્લાના વિધાનસભાની તમામ 4 બેઠકો ઉપર ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. આ બેઠક ઉપર કોની પસંદગી કરવી તે માટે કોંગ્રેસે પણ કવાયત શરૂ કરી છે. આ બેઠક પરથી સિનિયર નેતા જગદીશ ઠાકોર અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર એમ બેમાંથી એકની પસંદગી કરવામાં આવે તેવી શકયતા છે. રાજ્યમાં ઓબીસી સમાજ ઉપર અલ્પેશ ઠાકોરનું વર્ચસ્વ છે. જેથી કોંગ્રેસ અલ્પેશ ઠાકોરની પસંદગી કરીને તેમની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરે તેવી શકયતા છે. ગત લોકસભાની ચૂંટણીમાં જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હોવાથી કોંગ્રેસ અલ્પેશ ઠાકોરની પસંદગી કરે તેવી અટકળો કોંગ્રેસમાં વહેતી થઈ છે.  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp