ગુજરાતમાં માલધારીઓ નારાજ છે, શું આ વખતે ભાજપ પર અસર પડી શકે છે

PC: khabarchhe.com

માલધારી સમાજ ગુજરાતની મોટી વોટ બેંક છે અને આ સમુદાય ગુજરાતમાં એક મુખ્ય મત બેંક છે અને સરકારે તેમની નારાજગી સામે સપ્ટેમ્બરમાં રખડતા ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચ્યું હતું. તે છતાં માલધારી મહાપંચાયતમાં આ નારાજગી જોવા મળી રહી છે. જો કે, કેટલાકમાં નારાજગી જોવા મળી રહી છે તો કેટલાક માલધારી આગેવાનો BJPના કાર્યક્રમમાં પણ જોવા મળી રહ્યા છે જેથી આ વખતે શું સમીકરણો હશે એ સમય જ બતાવશે. માલધારીઓ એક પક્ષમાં નહીં તો વિવિધ પક્ષમાં પણ મત આપી શકે છે.

માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈ દ્વારા જારી કરાયેલા અગાઉના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી ભાજપ સરકારથી સમાજમાં ભારે નારાજગી છે. નિવેદનમાં તેમણે કોંગ્રેસના વખાણ કર્યા હતા કોંગ્રેસે ભૂતકાળમાં સમાજ માટે સમર્થન દર્શાવ્યું હતું તેમ તેમણે કહ્યું હતું.

માલધારી સમાજની મુખ્ય માંગણીઓમાં માલધારી રહેણાંક વિસ્તાર, ગૌચરની વ્યવસ્થા કરવી, સમાજના સભ્યો સામેના કેટલાક પોલીસ કેસો પાછા ખેંચવા, જંગલ વિસ્તારમાં રહેતા સમુદાયને ખેડૂત અને અનુસૂચિત જાતિ બનવાનો અધિકારનો સમાવેશ કરવો વગેરે જેવી માંગ કરવામાં આવી છે.

એક અંદાજ મુજબ ગુજરાતમાં માલધારી સમાજની કેટલીક બેઠકો પર અસર થવાની શક્યતા છે. માલધારીઓની અંક અંદાજ મંજબ 40થી 45 બેઠકો પર અસર થઈ શકે છે. સમુદાયના લોકો પણ આ બેઠકો પર કિંગમેકર હોવાનો દાવો પણ કરી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી મહાપંચાયતમાં માલધારી સમાજના લોકોએ ભાજપને મત નહીં આપવાનો સંકલ્પ પણ લીધો હતો. જો કે, અગાઉ નારણપુરા ઘાટલોડીયા વિસ્તારમાં પ્રભાત ચોક ખાતેચ અમિત શાહની આગેવાનીમાં સભા યોજાઈ ત્યારે મોટાભાગના માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જો કે, ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp