અમદાવાદમાં વિચિત્ર અકસ્માત: ઉપરથી પડેલો સળિયો યુવકના માથાની આરપાર, હાલત ગંભીર

PC: divyabhaskar.co.in

કંસ્ટ્રક્શન સાઈટ ઉપર માટા ધસી પડવાથી કે દિવાલ ધસી પડવાથી સર્જાતા અકસ્માત કોઈ નવી વાત નથી. જો કે અમદાવાદમાં એલ જે કોલેજ પાસે આવેલી કન્સટ્રક્શન સાઇટ પરથી એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અહીં નિર્માણધીન ઈમારતના 6ઠ્ઠા માળેથી અચાનક લોખંડનો સળિયો નીચે ઉભા રહેલા યુવાનના માથા પર પડ્યો હતો. આ ઘટનામાં સળિયો 25 વર્ષીય યુવકના માથામાં ઘૂસીને તેના ગળા સુધી આરપાર નીકળી ગયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ, અહીં મોટીફ કંપનીનું કંસ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે, જેમાં શનિવારે ઈમારત નીચે ઉભા રહેલા સુશીલ નામના યુવાન પર ઉપરથી લોખંડનો સળિયો પડ્યો હતો. આ સળિયો ધારદાર હોવાથી તે શુશીલના માથામાંથી ગળા સુધી આરપાર ઘૂસી ગયો હતો.

આ અંગેની જાણ થતા સાઈટ પર રહેલા કટર મશીનની મદદથી સળિયો કાપવામાં આવ્યો હતો અને તેને વીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અહીં ન્યૂરો સર્જન દ્વારા તેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં હાલ તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp