જૂની ST બસો ખરીદવાનું ગુજરાત સરકારનું કૌભાંડ

PC: flickriver.com

ST બસોને ભાડે લેવાના કરાર વર્ષ-2018મા કરવામાં આવેલો જેમાં એક વર્ષ જૂની બસો ST નિગમ માટે આપવાની રહેશે તેમ છતાં બસો બનાવતી કંપનીએ બસ વેચાતી ન હોવાથી ST નિગમમાં ગાંધીનગર સુધી ગોઠવણ કરીને જૂની બસો ST નિગમને પધરાવી દીધી છે.

કરોડો રૂપિયાની ભાડાની રકમ ST નિગમ ખાનગી વાહન માલિકોને ચૂકવે છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના વ્હીકલ ટેક્સની ચોરી કરવા માટે STના મોટા અધિકારીઓ જ વ્યવસ્થા કરી આપીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વ્હીકલ ટેક્સ કે અન્ય જે કોઈ ટેક્સ ભરવાનો હોઈ તે ભરવાની જવાબદારી ખાનગી બસના માલિકની છે. તેમ છતાં તે બસોને અમદાવાદ વ્હીકલ ટેક્સ ભરવો ન પડે, તેથી તે બસોને નડિયાદ અને ગાંધીનગર ખાતે RTOમા પાસિંગ કરવાની ખુદ ST નિગમે મંજૂરી આપીને ખાનગી બસ માલિકો સાથે ગોઠવણ કરવામાં આવી રહી છે. જે ખાનગી બસના માલિકોએ ST નિગમને બસો ભાડે આપે છે, તે જ બસોના માલિકોએ અમદાવાદની AMTS અને BRTSમા બસો ભાડે આપેલી છે. જે બસોનું પાસિંગ અમદાવાદમાં કરાવેલું છે. મોટા ભાગના ખાનગી બસોના માલિકો ભાજપની ધનસંગ્રહ યોજનાના ભાગીદાર છે. ST નિગમનું ખાનગીકરણ કરવા માટે વર્ષોથી સત્તાધીશો ભાડેથી લીધેલી ખાનગી બસોના કરારની નકલો જાહેર કરતા નથી.

ST નિગમને જંગી ખોટના ખાડામાં ધકેલી દેનાર ભાજપ સરકારની ભ્રષ્ટાચારી નીતિ છે.

ST નિગમે ખાનગી બસો ભાડેથી લેવા માટેના કરેલા કરારોમાં કરારની મુદ્દત ટેન્ડર વખતે 4 વર્ષની હતી, તો પાછળથી 6 વર્ષનો કરાર કોના આદેશથી થયો? કયા ખાનગી બસ ચાલકોને ફાયદો કરાવવા માટે ટેન્ડરોની શરતોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે? ST નિગમની બસો આઠ લાખ કિમીમાં ભંગારમાં મોકલવાની તો પછી ભાડાની બસો પંદર લાખ કિમી સુધી કેમ ફેરવવાની? એક બસની EMD રૂ. 5 લાખથી ઘટાડીને ખાનગી ઓપરેટરને ફાયદો કરાવવા રૂ. 1 લાખ કોના આદેશથી થઈ? બેંક ગેરંટી બે-બે વર્ષની કેમ મેળવી? જ્યારે કરાર 6 વર્ષ સુધી લંબાવવાની જોગવાઈ છે તો બેંક ગેરંટી 7 વર્ષની મેળવવામાં આવી નથી? નિગમની બસો દૈનિક 500થી ઓછા કિમી ફેરવવામાં આવે છે, જ્યારે ભાડાની બસો 500થી વધુ કિમી ફેરવવામાં આવે છે. જેથી ખાનગી બસ માલિકોને ભાડાની વધુ રકમ ચૂકવી શકાય. ભાજપ સરકારની ગ્રામ્ય વિરોધી નીતિના કારણે 5000 જેટલા STના રૂટો બંધ કરીને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની જાહેર પરિવહન વ્યવસ્થા છીનવી લેવામાં આવી રહી છે. તેમ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp