કોંગ્રેસે 3 નેતાનું નામ લઈ કહ્યુ- ગુજરાતીઓ અતિવૃષ્ટિનો સામનો કરે ત્યારે ભાજપ...

PC: Atal Samachar..com

ગુજરાત રાજ્યમાં રાજકીય ખળભળાટ વચ્ચે કોંગ્રેસે મોકે પર ચોક્કા મારવાનું કામ કર્યું છે. એક તરફ નવા મંત્રીમંડળની રચના એક દિવસ મોડી થવાની છે. એવામાં કોંગ્રેસે શાસક પક્ષ પર ટોણો મારવાની તક ઝડપી લીધી છે. કોંગ્રેસે ભાજપપર આકરા પ્રહાર કરીને અંદરોઅંદર ખેંચતાણની વાત ઉઘાડી પાડી દીધી છે. આ વાત નામજોગ કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે ભાજપને ચાબખા માર્યા છે.

મનીષ દોષીએ કહ્યું કે, ગુજરાતીઓ અતિવૃષ્ટિનો સામનો કરી રહયા ત્યારે ભાજપના નેતાઓ સત્તા માટે ટાટિયા ખેંચ કરી રહ્યા છે. શાસક પક્ષ ભાજપે ચેહરાની જગ્યાએ ચરિત્ર બદલવા ની જરૂર છે. હાલમાં નવા મંત્રીમડલ માટે ખેંચતાણ ચાલે છે. ભાજપ કહેવાતી શિસ્ત બંધ પાર્ટીમાં શિસ્તના ધજાગરા ઉડી ગયા છે. આ માહોલ જોવા મળી રહ્યો છે. નિતીન પટેલ, વિજય રૂપાણી, સી આર પાટીલ વચ્ચે ખેંચતાણ ચાલે છે. સેવાની વાતો કરતી ભાજપ સત્તાની લાલચુ છે.

મંત્રીપદ માટે ભાજપમાં ખેંચતાણ ચાલુ છે. ગુજરાતની પ્રજા સાથે છેત્તરપિંડી કરવામાં ભાજપ વ્યસ્ત છે. ભાજપમાં આંતરીક ખટપટ અને ખેંચતાણ બહાર આવી ગઈ છે. મુખ્યમંત્રીની પસંદગી કરવામાં જે રીતે એને ખેલ પાડ્યો, સરકારમાં જે રીતે ખેંચતાણ ચાલું છે. સરકારની તમામ મોરચે નિષ્ફળતા પુરવાર થઈ છે. ખાસ કરીને કોવિડની મહામારીમાં 3 લાખ જેટલા લોકોનાં મોત, ખેડૂતો પાયમાલ, ખેતી પાયમાલ, યુવાનો બેરોજગાર અને સરકારી નોકરીમાં ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ સરકારની જે  ભ્રષ્ટ વાત સામે આવી છે એમાં ચહેરો બદલી નાંખવામાં આવ્યો છે.

હકીકતમાં તો ભાજપના નેતાઓએ ચરિત્ર બદલવાની જરૂર છે. નેતા બદલવાના બદલે નીતિ બદલવાની છે. પણ સરકારે ચહેરો બદલીને પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કર્યો છે. મંત્રમંડળની શપથ માટે જે દોડાદોડી અને ખેંચતાણ ચાલું છે. મંત્રી કોને બનાવવો એની ચિંતા છે પણ પુરગ્રસ્તોને કેમ મદદ કરી શકાય એની કોઈને ચિંતા જ નથી. આ કહેવાતી શિસ્તવાળી પાર્ટી જેના ધજાગરા થયા છે. એકબીજાનો હિસાબ સેટલ કરવા માટે આયોજન ચાલે છે. એક સમયે આનંદીબેન અને અમિત શાહ વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. સીઆર અને વીઆર વચ્ચે ચાલતી હતી. ખુરશી પ્રાપ્ત કરવા માટેની રમત ચાલી રહી છે. જેનો ભોગ ગુજરાતની પ્રજા બની રહી છે. સત્તાની સાઠમારીમાં ગુજરાતીઓ ભોગ બની રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp