મનીષા ગોસ્વામીનો ભાંડો ફૂટ્યો: રાજકીય નેતાઓને મોહજાળમાં ફસાવતી, કરતી આવા કાંડ

PC: youtube.com

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મનીષા ગોસ્વામીનું નામ સામે આવ્યું હતું જેની મહિલા પોલીસે ધરપકડ કરી છે જો કે હજુ સુધી તેણે પોલીસને ભાનુશાળીની હત્યા વિશે કોઈ પણ ખુલાસો કર્યો નથી. પણ તમને જણાવી દઈએ કે, રાજકીય આગેવાનો કેવી રીતે ફસાવવા તે મનીષાને સારી રીતે આવડતું હતું અને પત્રકારો તેમજ રાજકીય આગેવાનોને પોતાની જાળમાં ફસાવીને તેમની પાસેથી મસમોટી રકમ લેતી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મનિષાએ મોડ્સ ઓપરેન્ડીથી ઘણા લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા છે.

અત્યારે વાપીમાં કોપરલી રોડ પર આવેલા અનુકૂલ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આલીશાન ફ્લેટમાં પતિ અને બે બાળકો સાથે રહેતી મનીષા પહેલા કચ્છના અબડાસાણા વિથોણ ગામમાં રહેતી હતી ત્યારે જયંતિ ભાનુશાળી સાથે તે સંપર્કમાં આવી અને રાજકારણમાં સક્રિય થઈ હતી. અબડાસા મહિલા મોરચાની આગેવાન મનીષા હતી. તેમજ મહિલાઓને અવાર નવાર એકત્ર કરવાની જવાબદારી સંભાળતી હતી.

જો કે, તેના પછી મનીષાએ વાપીમાં કોંગ્રેસ પક્ષમાં જવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં તે સફળ ન રહી અને વાપીમાં પોતે સામાજિક કાર્યકર અને પર્યાવરણવાદી હોવાનો ઢોંગ કરીને વાપી જીઆઈડીસીમાં કંપનીઓ દ્વારા પ્રદૂષણ ફેલાવામાં આવતું હોવાની ફરિયાદ કરીને મીડિયામાં આવવાનો પ્રયાસ પણ કરતી હતી. ત્યારે તેણે તકનો લાભ લઈને તેણે ખબર પડી ગઈ મીડિયાની તાકાત કેટલી છે અને તેના પછી વાપી વલસાડના પત્રકારો સાથે હંમેશા સંપર્કમાં રહેતી.

તેમજ ફરીથી રાજકારણમાં પોતાનો સિક્કો જમાવવા માટે વાપી નગરપાલિકાની ચૂંટણી લડવા માટે તૈયારી બતાવી હતી. પરંતુ રાજકારણના મોટા માથાઓને ખબર હતી કે મનીષા શું કરી શકે છે અને તેનો વ્યવહાર કેવો છે તે બધી ખબર હોવાથી તે રાજકિય આગેવાનો તેણાથી દૂર રહેવાનું પસંદ કરતા તેના કારણે તે ચૂંટણી ન લડી શકી. અને તેણે વાપીમાં ઉદ્યોગકારણોને પ્રદૂષણ ફેલાવતા હોવાની ધમકી આપીને પૈસા પડાવતી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, જયંતિ ભાનુશાળી સાથે સારા સંબંધો રાખીને કચ્છમાં ફાર્મ અને ડેરીનો ધંધો શરૂ કર્યો અને તેના પછી રાજકીય આગેવાનો સાથે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી અને નેતાઓના મોજશોખ પૂરા કરવા માટે તે છોકરીઓની વ્યવસ્થા કરી આપતી હતી.

રાજકિય નેતાઓ સિવાય મોટા વેપારીઓને પોતાની જાળમાં ફસાવી તેમની સાથે શારિરીક સંબંધો રાખતી અને તેનો વીડિયો ઉતારતી હતી તેના પછી તેમની પાસેથી પૈસા પડાવવા બ્લેકમેઈલ કરતી હતી. જેમાં કચ્છના એક પત્રકારનું નામ પણ સામે આવ્યું હતું. તેવી જ રીતે વાપીમાં પત્રકારો સાથે કરોડો રૂપિયા પડાવતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp