કેમ મણિશંકર અય્યરે માંગવી પડી PM મોદીની માફી?

PC: indiatoday.intoday.in

જવાહરલાલ નેહરુ-ગાંધી પરિવાર પર વડાપ્રધાન મોદીનાં સળંગ શાબ્દીક પ્રહારો અને આજે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા મણિશંકર અય્યરનાં નીચ શબ્દ પ્રયોગ બાદ મચેલા ભારે હોબાળાનાં પગલે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ હતી. કોંગ્રેસનાં નેતાઓએ તાત્કાલિક મણિશંકર અય્યરનાં નિવેદન પર આક્રમક રીતે મણિશંકરને જ દોષિત માની માફી માંગવાનું કહ્યું હતું.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મણિશંકર અય્યરનાં શબ્દ પ્રયો સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસની વિચારધારા પ્રમાણે મણિશંકર અય્યરનું આ નિવેદન નથી. મણિશંક અય્યરે પીએમ મોદીની તાત્કાલિક માફી માંગવી જોઈએ. આવી ભાષા જરાય ચલાવી લેવામાં આવશે નહી. મણિશંકરે ભાષાનાં પ્રયોગમાં સંયમ જાળવવાની જરૂર હતી અને પોતાનાં નિવેદન બદલ પીએમ મોદીની જાહેરમાં માફી માંગવી જોઈએ.

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલે કહ્યું કે મણિશંકર અય્યરની ભાષા જરાય શોભનીય નથી અને કોંગ્રેસ આવી ભાષાનાં પ્રયોગ અંગે કદી પણ પરમીશન આપતી નથી. તેમનું પોતાનું નિવેદન હોય તો પણ મણિશંકર જેવા અનુભવી નેતાને આવી નિમ્ન પ્રકારની ભાષા શોભતી નથી, તેમણે તાત્કાલિક પીએમ મોદીની માફી માંગવી જોઈએ.

ભારે વિવાદ અને સુરતની લીંબાયત વિધાનસભાની જાહેર સભામાં લોકોએ નીચ શબ્દનાં પ્રયોગ બદલ હેવી રિએકશન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે નીચ છું પણ મારા કામો ઉચ્ચ છે અને આવા કામ કરવા હું જીવન ખર્ચી નાંખીશ. ગુજરાતનાં સંતાન, એક વડાપ્રધાન અને લોકોનાં સેવકનું અપમાન કરવામાં આવ્યું છે તો તેનો બદલો લેવાનો છે અને મોગલાઈ માનસિકતાવાળી કોંગ્રેસને નવી તારીખે જવાબ આપવાનો છે. પીએમ મોદીનાં આ વાક્યથી જાહેરસભામાં લોકો ઉશ્કેરાટમાં આવી ગયા હતા. લોકોનો ઉશ્કેરાટ જોઈ પીએમ મોદીએ લોકોને શાંતિ અને સંયમ જાળવવાની અપીલ કરી હતી અને વોટ મારફત જવાબ આપવા લોકોને એપીલ કરી હતી.

ભારે વિવાદ થતા અને કોંગ્રેસ ઉપાદધ્યક્ષ રાહુલ ગાંધી સહિત સમગ્ર કોંગ્રેસે મણિશંકર અય્યરને તાત્કાલિક પીએમ મોદીની માફી માંગવાનું જાહેર કરતા મણિશંકર અય્યર ભીંસમાં મૂકાઈ ગયા હતા. ખરાબ હાલત થઈ રહી હોવાનું જાણાતા અને કોંગ્રેસે મણિશંકર અય્યરનાં વિચારો અને ભાષાને જરાય સાંખી ન લોવાનું કહેતા મણિશંકર અય્યરે પીએમ મોદીની માફી માંગી હતી. તેમણે કહ્યું કે હા, મેં નીચ શબ્દનો પ્રયોગ કર્યો હતો અને તે બદલ હું પીએમ મોદીની માફી માંગું છું અને જે ભાષા વાપરી છે તે બદલ ક્ષમા માંગું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp